• પશ્ચિમી દેશોના પ્રતિબંધ અને ચુકવણીને લઈ સમસ્યા
  • રશિયા પાસે રહેલા ક્રૂડ ઓઈલમાં ઘટાડો એક કારણ હોઈ શકે
  • રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત ઘટી

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને લીધે ભારતને સસ્તી કીંમતો પર ક્રૂડ ઓઈલની રજૂઆત કરાઈ હતી. ભારતે આ અવસરનો લાભ લઈ લીધો. ભારતે રશિયા પાસેથી સૌથી સસ્તું ઓઈલ ખરીદ્યું પરંતુ ડિસેમ્બરમાં રશિયાના ક્રૂડ ઓઈલની આયાત 11 મહિનાના લઘુત્તમ સ્તરે પહોંચી ગઈ છે.

ભારતે છેલ્લા કેટલાક મહિનાઓથી રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ મંગાવી રહ્યું છે. આના લીધે રશિયા ભારતનો ચૌથો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર બની ગયો છે. પરંતુ ડિસેમ્બરમાં રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત 11 મહિનાના લઘુત્તમ સ્તરે પહોંચી ગયું છે. ડિસેમ્બરમાં ભારતીય રિફાઈનરી કંપનીઓએ રશિયા પાસેથી દૈનિક 14.8 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી જે નવેમ્બરની સરખામણીએ 11.6 ટકા ઓછું છે. ડિસેમ્બરથી રશિયાર પાસેથી ક્રૂડ ઓઈલની આાત જાન્યુઆરી 2023થી ઓછી છે. ગત વર્ષના પ્રથમ મહિનામાં ભારતે રશિયાથી દૈનિક 14.1 લાખ બેરલ ક્રૂડ ઓઈલ મંગાવ્યું હતું.

એક રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બરમાં ભારતે રશિયા પાસેથી સોકોલ ગ્રેડ ક્રૂડની કોઈ ડિલિવરી નથી લીધી. જ્યારે યુરોલ ક્રૂડની આાતમાં કોમોડિટી માર્કેટના છેલ્લા ડેટામાં આ વાત સામે આવી છે. સોકોલ ક્રૂડનું ઉત્પાદન ચીનના અતરિયાળ પૂર્વ વિસ્તારમાં થાય છે. આના પશ્ચિમી દેશોનો પ્રતિબંધ અને પેમેન્ટનો સામનો કરવો પડે છે. આ કારણથી આઓસી માટે સોકોલ ક્રૂડ લઈ આતા છ ટેંકરને ઘણા દિવસો સુધી ભારતીય દરિયામાં રહ્યા હતા. આમાંથી બે તો ચીન તરફ જતા રહ્યા.

રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત

ડિસેમ્બરમાં ભારતની ઓઈલ આયાતમાં રશિયાની હિસ્સો 32.9 ટકા રહ્યો હતો. ભારતે રશિયા પાસેથી કુલ 45.1 લાખ ટન ક્રૂડ ઓઈલ મંગાવ્યું હતું. ઈરાકનો હિસ્સો 22 ટકા અને સાઉદીનો 15.6 ટકા રહ્યો હતો. આની પહેલા નવેમ્બરમાં રશિયાની ભારતની ઓઈલ ઈમ્પોર્ટમાં હિસ્સો 37.1 ટકા હતો. યુક્રેન યુદ્ધ પહેલા રશિયાથી ભારતનું ક્રૂડ ઓઈલ ખૂબ ઓછું આયાત કરાતું હતું પરંતુ યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશોએ રશિયાના ઓઈલ પર પ્રતિબંધ મૂકી દેતા આનાથી રશિયાએ ઓઈલ વેચાણ પર ભારે છૂટ આપવાનું શરૂ કર્યું. આ તક જોઈ ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદી શરૂ કરી. અને ત્રીજા નંબરે ઓઈલ ખરીદીમાં ત્રીજા નંબરનો ગ્રાહક દેશ બન્યો. પોતાની જરુરિયાતના 85 ટકા વધુ તેલ આયાત કરે છે.


  • Follow us on: