• નિકાસ કરવામાં મુશ્કેલી છતાં સરકાર દ્વારા વિકલ્પની વિચારણા
  • ખાંડ, ચોખા, ઘઉંના ઉત્પાદકમાં ભારત બીજા નંબરે
  • વૈશ્વિક પડકારોને લીધે નિકાસમાં સામનો કરવાની નોબત આવી

ઘઉં, ચોખા અને ખાંડના વેપાર પર પ્રતિબંધ લગાવ્યા પછી આ વર્ષે દેશની નિકાસમાં આશરે 43 હજાર કરોડ રૂપિયાની ઘટ આવી શકે છે. લાલ સાગર માર્ગ પર હુમલાથી બાસમતી ચોખાની નિકાસ પર પણ અસર પડી શકે છે. દુનિયામાં ઘઉં, ચોખા અને ખાંડના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારતે વધતી ઘરેલું કીમતો પર લગામ કસવા માટે આ વસ્તુઓનાં નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે.

 સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો યમન અને હુતી જૂથના હુમલા સતત ચાલુ રહેશે તો ભારત સરકાર બાસમતી ચોખાના નિકાસ માટે આફ્રિકાની સાથે એક વૈકલ્પિક રસ્તા પર વિચાર કરી શકે છે. જો કે, આમાં કીમતોમાં 15થી 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે. વૈકલ્પિક માર્ગ ભારતને ઈજિપ્ત અને યુરોપને લાંબી નિકાસને અસર કરી શકે છે. વાણિજ્ય મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે લાલ સાગર માર્ગે હુમલાથી વૈશ્વિક વેપારને અસર પડશે. આની અસર ભારતના બાસમતી ચોખાના નિકાસ પર પણ પડી શકે છે. ખાંડ, ચોખા અને ઘઉંની નિકાસ પર પ્રતિબંધને લીધે 43 હજાર કરોડ રૂપિયાનું નુકસાન છતાં આપણે ગત વર્ષ જેટલી નિકાસ કરવામાં સક્ષમ થઈ શકીશું.

 વૈશ્વિક પડકારોને લીધે ભારતને નિકાસના મોરચે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં આશા છે કે અન્ય ખેતી આધારિત વસ્તુઓના નિકાસમાં વૃદ્ધિથી આ વર્ષે નિકાસના નુકસાનની ભરપાઈ થશે.

કૃષિ નિકાસ 53 અબજ ડોલરને પાર

ચોખા, ઘઉં, ખાંડ સહિત કેટલીક મુખ્ય વસ્તુઓના નિકાસ પર લગાવેલા પ્રતિબંધો છતાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની કૃષિ નિકાસ ગત વર્ષના 53 અબજ ડોલર સુધી પહોંચવાની આશા છે. સરકાર કેળા અને બરછટ અનાજના ઉત્પાદનોને નવા વૈશ્વિક ગંતવ્યો પર નિકાસને પ્રોત્સાહન આપી રહી છે. આગામી ત્રણ વર્ષમાં કેળાની નિકાસ એક અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.

ફળો અને શાકભાજીમાં વધારો

ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર વચ્ચે માંસ અને ડેરી, તૈયાર અનાજ તેમજ શાકભાજીની નિકાસમાં વધારો થયો છે. જો કે ચોખાની નિકાસ આ દરમ્યાન 7.65 ટકા ઘટીને 6.5 અબજ ડોલર રહી ગઈ છે. 

  • Follow us on: