- હોળી પહેલા મુંબઈમાં પગાર વધારાના કરાર પર હસ્તાક્ષર કરી ભેટ આપી
- IBA અને બેંક યુનિયોમાં કરાર પર સહીઓ લેવામાં આવી
- આચારસંહિતા પહેલા કર્મચારીઓને લાભની જાહેરાત
દેશના 8.50 લાખ બેંક કર્મચારીઓના પગારમાં વધારા પર મહોર લાગી ગઈ છે. IBA અને બેંક યુનિયનો લઈને કરાર થયા છે અને લાંબા સમય સુધી ચાલતી પ્રતીક્ષા હવે પૂર્ણ થઈ છે. આઈબીએના ચેરમેન એ.કે.ગોયલે જાહેરાત કરતા કહ્યું કે 17 ટકા પગાર વધારાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આગામી સમીક્ષા નવેમ્બર-2027માં ડ્યૂ થશે. જો કે બેંક કર્મચારીઓના પાંચ દિવસ વર્કિંગની ભેટ નથી મળી શકી.













