• લોનનો વૃદ્ધિ દર 15 ટકા રહે તેવી સંભાવના
  • એસબીઆઈના જર્મન ડેવલપમેન્ટ બેંક સાથે કરોડોના એમઓયુ થશે
  • એસબીઆઈએ શેર્સ અને અન્ય સેવામાં વૃદ્ધિ નોંધાવી

સ્ટૅટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ના શેર મંગળવારે ઈન્ટ્રા ડે ટ્રેડમાં આશરે બે ટકાના વધારા સાથે નવી ઉંચાઈ મેળવી હતી. 659.50 રૂપિયાની નવી ઉંચાઈ મેળવી મીડિયમ ટર્મમાં ઉત્તમ લાભ મળવાની આશા વચ્ચે હાલ આ બેંકના શેર્સમાં જોરદાર લેવાલી જોવા મળી. ગત એક મહિનામાં દેશના સૌથી મોટા જાહેર ક્ષેત્રના બેંક બીએસબીના શેરે 17 ટકાની વધારી સાથે બજારમાં સારું પ્રદર્શન કર્યું છે. આની સરખામણીએ પીએસયુ બેંક ઈન્ડેક્સ આ ગાળામાં 14 ટકા વધ્યું હતું. શેરની કીંમતોમાં ઉછાળાએ એસબીઆઈના બજાર (MCap)ને છ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધું છે. બપોર સુધી એસબીઆઈની (MCap) 5.86 લાખ કરોડ હતું જે ઐતિહાસિક આંકડો પ્રાપ્ત કરવાથી બે ટકા દૂર રહ્યું.

બેંકના સૂત્રો અનુસાર, રિટેલ લોનની પોતાની ઝડપ ધીમી કરી લીધી છે. કારણ કે, બેંક સ્વસ્થ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. SBI મૅનેજમેન્ટને આશા છે કે, સમગ્ર વર્ષમાં ક્રેડિટ ગ્રોથ 14-15 ટકાની આસપાસ રહેશે. ગત વર્ષોમાં ઓવરઓલ ક્રેટિડ ગ્રોથને એસબીઆઈ ઓપરેટ કરતી રહી છે. તાજેતરના ત્રિમાસિકમાં કોર્પોરેટ લોનમાં સારી ગતિથી વધી રહી છે. છેલ્લા અઠવાડિયામાં એસબીઆઈએ એક એક્સચેંજ ફાઈલિંગમાં કહ્યું હતું કે તે દેશની સોલર પીવી પ્રોજેક્ટને ટેકો આપે છે. જર્મન ડેવલપમેન્ટ બેંક સાથે સાત કરોડ યુરોની ક્રેડિટ લાઈન પર હસ્તાક્ષર કરશે. જેથી બેંકિંગ સેકટરમાં સારી બાબત ગણાય છે. SBI એક જાહેર ક્ષેત્રની બેંક છે. 55 લાખ કરોડ રૂપિયાથી વધુની બેલેન્સ શિટની સાથે દેશની સૌથી મોટી બેંક છે. કોવિડ પછી બેંકના વ્યવસાયમાં વૃદ્ધિની સાથે સંપત્તિ ગુણવત્તા બંનેમાં સતત સુધાર કર્યો છે. મજબૂત વિતરણ નેટવર્ક, વધુ ગ્રાહકો બેંકની મોટી શક્તિ છે. જે આને પીએસયુ બેંકિંગ ક્ષેત્રમાં સર્વોત્તમ ઑપરેટિંગ સેવા આપવામાં સક્ષમ છે.

  • Follow us on: