- ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં કડાકો
- નજીકના સમયમાં ભારતમાં પણ ઘટાડો સંભવ
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધાઈ શકે છે ઘટાડો
છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડના ભાવ ઘટીને લગભગ $75 પ્રતિ બેરલ થઈ ગયા છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને લગભગ $75 પ્રતિ બેરલ થઈ ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 1.06 ટકાના ઘટાડા સાથે 76.51 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.
2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ફરી એકવાર તેલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે કહી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા બાદ જો ભાવ થોડો સમય 75 રૂપિયાની આસપાસ સ્થિર રહે છે તો સરકાર ચૂંટણી પહેલા સામાન્ય લોકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.













