• NSEનો નિફ્ટી 0.73 ટકા ડાઉન
  • BSEનો સેન્સેક્સ 0.83 ટકા ડાઉન
  • આજે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન

ભારતીય શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ઝરાયેલ અને હમાસ વચ્ચેના તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારા બાદ ભારતીય બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, આજના કોરોબારના અંતે BSEનો સેન્સેકસ 548 પોઇન્ટના ઘટાડા સાથે 65,879 અંક પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 143 પોઇન્ટના ઘટાડા સાથે 19,667 અંક પર બંધ થયો છે.

બજારની સ્થિતિ

આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેર્સ સૌથી વધુ તૂટ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું. એનર્જી, પીએસઈ, આઈટી શેરોમાં દબાણ હતું જ્યારે મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી હતી. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, બીપીસીએલ અને એક્સિસ બેન્ક નિફ્ટીના ટોપ લૂઝર હતા. સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા મોટર્સ, સન ફાર્મા અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થતા પણ રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો હતો. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 322.20 લાખ કરોડ થઈ છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 321.91 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 29,000 કરોડનો વધારો થયો છે.

  • Follow us on: