- NSEનો નિફ્ટી 0.12 ટકા ડાઉન
- BSEનો સેન્સેક્સ 0.19 ટકા ડાઉન
- આજે માર્કેટ ઘટાડા સાથે થયું હતું ઓપન
ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જો કે આજે ફરી એકવાર મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદી જોવા મળી છે.આજના કોરોબારના અંતે BSEનો સેન્સેકસ 64 પોઇન્ટના ઘટાડા સાથે 66,408 અંક પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 27 પોઇન્ટના ઘટાડા સાથે 19,783 અંક પર બંધ થયો છે.
બજારની સ્થિતિ
આજના કારોબારમાં ઓટો, પીએસયુ બેન્ક, મેટલ્સ, એનર્જી, કોમોડિટી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી છે. જ્યારે બેન્કિંગ, આઈટી, ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ અને મીડિયા સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. પરંતુ આજે ફરીથી વેપારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સુધારો જોવા મળ્યો છે અને બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર ઉછાળા સાથે અને 17 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 24 શૅર લાભ સાથે અને 26 ઘટાડા સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું પરંતુ રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 322.20 લાખ કરોડ થઈ છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 321.91 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 29,000 કરોડનો વધારો થયો છે.
વધતા અને ઘટતા શેર
આજના કારોબારમાં JSW સ્ટીલ 1.80 ટકા, ટાટા સ્ટીલ 1.60 ટકાના વધારા સાથે, HCL ટેક 1.33 ટકા, એક્સિસ બેન્ક 1.24 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે નેસ્લે 1.86 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.17 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.14 ટકા, TCS 1.13 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.