• BSEનો સેન્સેક્સ 0.60 ટકા ડાઉન
  • NSEનો નિફ્ટી 0.58 ટકા ડાઉન
  • ગુરુવારે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન

સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજારે ખરાબ શરૂઆત કરી હતી. બજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. આજના કારોબારમાં આઈટી શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 374 પોઈન્ટના ઘટાડા સાથે 66,034 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી લગભગ 139 પોઈન્ટના ઘટાડા સાથે 19,654 અંક પર ટ્રેડ કરી રહ્યો છે.

પ્રી-ઓપન સેશન બજાર

પ્રી-ઓપન સેશનથી આજે સ્થાનિક બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 375 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નિફ્ટી લગભગ 140 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર લગભગ સ્થિર હતા. આ સંકેત આપી રહ્યું હતું કે ગઈકાલની સરખામણીમાં આજે બજાર પર વધુ દબાણ હોઈ શકે છે અને બજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થઇ શકે છે.

બે દિવસ બજારમાં તેજી

આ પહેલા ગુરુવારે સતત બે દિવસથી બજારના ઉછાળા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ લગભગ 65 પોઈન્ટના ઘટાડા સાથે 66,400 પોઈન્ટની નજીક બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 19,800 પોઈન્ટની નીચે બંધ થયો હતો. તે પહેલા મંગળવાર અને બુધવારે સતત બે દિવસ બજારમાં તેજી રહી હતી, જ્યારે સપ્તાહના પહેલા દિવસે બજારને ઘટાડા સાથે ખુલ્યું હતું.

વૈશ્વિક બજારમાં મોટો ઘટાડો

વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે અમેરિકન બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.51 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 0.63 ટકા અને S&P 500માં 0.62 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજના કારોબારમાં એશિયન બજારો પણ નુકસાનમાં છે. જાપાનનો નિક્કી 0.42 ટકા તૂટ્યો છે. હોંગકોંગના હેંગસેંગમાં લગભગ 2 ટકાનો ભારે ઘટાડો છે.

આઈટી શેરોથી બજારમાં દબાણ

બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના શેર શરૂઆતના ટ્રેડિંગમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. 2.50 ટકાથી વધુનો ઘટાડો છે. વિપ્રો લગભગ દોઢ ટકા ડાઉન છે. ટેક મહિન્દ્રા પણ એક ટકાથી વધુ તૂટ્યો છે. ધારણા કરતા નીચા દેખાવને કારણે આજે આઈટી શેર દબાણ હેઠળ છે. બીજી તરફ, HCL ટેક લગભગ 2.50 ટકા મજબૂત છે. સૌથી મોટી IT કંપની TCS પણ નજીવા ઉછાળામાં છે.

  • Follow us on: