• NSEનો નિફ્ટી 0.14 ટકા ડાઉન
  • BSEનો સેન્સેક્સ 0.15 ટકા ડાઉન
  • આજે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન

સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરૂવારે (12 ઓકેટોબર) શેરબજાર મામુલી ઘટાડા સાથે બંધ થયું હતું. IT શેરોમાં ઘટાડાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ મામૂલી ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કોરોબારના અંતે BSEનો સેન્સેકસ 64 પોઇન્ટના ઘટાડા સાથે 66,408 અંક પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 27 પોઇન્ટના ઘટાડા સાથે 19,783 અંક પર બંધ થયો છે.

બજારની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેરના શેરમાં ઉછાળો હતો. જ્યારે IT અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધારા સાથે અને 14 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 30 શેરમાં વધારો સાથે અને 20 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

શેરબજાર ઘટાડા સાથે બંધ થવા છતાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 322.08 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 321.61 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 47,000 કરોડનો વધારો થયો છે.

 


  • Follow us on: