• BSEનો સેન્સેક્સ 0.62 ટકા વધ્યો
  • NSEનો નિફ્ટી 0.57 ટકા વધ્યો
  • આજે સવારે માર્કેટ તેજી સાથે થયું બંધ

વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાને કારણે બજારમાં ખરીદીનો મૂડ જોવા મળી રહ્યો છે. આજે સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, આઈટી અને ફાર્મા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મેટલ, પીએસઈ, બેન્કિંગ ઈન્ડેક્સ વધીને બંધ થયા છે.

કેવું રહ્યું શેરબજારનું ક્લોઝિંગ?

BSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે.આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સે લગભગ 407 પોઈન્ટના વધારા સાથે 66,038 પર બંધ થયો હતો. NSEનો નિફટી 110 પોઈન્ટના વધારા સાથે 19,656 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી અને આઈટી શેરોમાં ઉછાળાને કારણે સ્થાનિક શેરબજારને સપોર્ટ મળ્યો અને સેન્સેક્સ-નિફ્ટી અડધા ટકાથી વધુના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા.

કયા ઈન્ડેક્સે બજારને ટેકો આપ્યો 

મીડિયા શેરો સિવાય અન્ય સેક્ટર સારા ઉછાળા સાથે બંધ થયા છે. રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ 3.08 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. નાણાકીય સેવાઓ 1.04 ટકા અને ફાર્મા શેર 0.71 ટકા વધ્યા હતા. મેટલ શેર્સમાં કારોબાર 0.53 ટકાના વધારા સાથે બંધ થયો હતો.

સેન્સેક્સના શેરની સ્થિતિ કેવી હતી?

સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરો લીલા નિશાન સાથે અને માત્ર 7 શેરો લાલ નિશાન સાથે બંધ થયા હતા. ટોપ ગેઇનર્સમાં, બજાજ ફિનસર્વ માર્કેટ રેલીમાં 5.86 ટકા, બજાજ ફાઇનાન્સે 4.05 ટકા અને ટાઇટન 2.98 ટકાના વધારા સાથે બંધ થયા હતા. IndusInd Bank 2.38 ટકા અને ITC 1.42 ટકા સુધરો જોવા મળ્યો હતો. JSW સ્ટીલ 1.26 ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે.

કયા શેરોમાં ઘટાડો જોવા મળ્યો

HUL સેન્સેક્સમાં 0.93 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર બની છે. એશિયન પેઇન્ટ્સ 0.37 ટકા, એક્સિસ બેન્ક 0.26 ટકા, એલએન્ડટી 0.13 ટકા, HDFC બેન્ક 0.11 ટકા અને નેસ્લે 0.03 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.


  • Follow us on: