• BSEનો સેન્સેક્સ 0.61 ટકા વધ્યો
  • NSEનો નિફ્ટી 0.58 ટકા વધ્યો
  • આજે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન

સતત બે દિવસના ઘટાડા બાદ સારા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું છે. બેન્કિંગ આઈટી શેરમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સે લગભગ 312.24 પોઈન્ટના વધારા સાથે 65,565.30 પર બંધ થયો હતો. NSEનો નિફટી 100.80 પોઈન્ટના વધારા સાથે 19,536.90 પર બંધ થયો હતો.

બજારની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, મીડિયા, પ્રાઈવેટ બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વધારો થયો હતો જ્યારે હેલ્થકેર, એનર્જી, મેટલ્સ, એફએમસીજી, ફાર્મા અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સ નુકસાન સાથે બંધ થયા હતા. બજારમાં આજે સ્મોલ કેપ શેરોના ઈન્ડેક્સમાં તેજી રહી હતી જ્યારે મિડ કેપ શેરોના ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે અને 8 લાલ નિશાન પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 31 શૅર ઉછાળા સાથે અને 19 ઘટાડા સાથે બંધ થયા હતા.\

BSE માર્કેટ કેપમાં ઉછાળો

આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. શેરબજારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 317.90 લાખ કરોડ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 316.72 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.18 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

વધતો અને ઘટતો સ્ટોક

આજના ટ્રેડિંગમાં લાર્સન 2.44 ટકા, TCS 1.86 ટકા, ટાઇટન 1.60 ટકા, ઇન્ફોસિસ 1.54 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.32 ટકા, SBI 1.11 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે પાવર ગ્રીડ 1.43 ટકા, NTPC 0.87 ટકા, સન ફાર્મા 0.55 ટકા, નેસ્લે 0.34 ટકા, HCL ટેક 0.31 ટકા, ટેક મહિન્દ્રા 0.30 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

 

  • Follow us on: