• NSEનો નિફ્ટી 0.91 ટકા વધ્યો
  • BSEનો સેન્સેક્સ 0.88 ટકા વધ્યો
  • આજે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સોમવાર 9 ઑક્ટોબરે તીવ્ર ઘટાડાનો સામનો કર્યા પછી, આજે બજારમાં તેજી જોવા મળી હતી. ઉત્તમ વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા ખરીદીને કારણે, બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને મિડ-કેપ શેરોએ આ વધારો કર્યો છે. સેન્સેક્સ ફરી 66,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારના અંતે BSEનો સેન્કસેકસ 579 પાઇન્ટના વધારા સાથે 66,091 અંક પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 176 પોઇન્ટના વધારા સાથે 19,689 અંક પર બંધ થયો હતો.

બજારની સ્થિતિ

આજના કારોબારમાં બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદીને કારણે નિફ્ટી બેંક અને નિફ્ટી પીએસયુ બેંકના શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી છે. જ્યારે ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદીને કારણે બંને શેરોના સૂચકાંકોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 3 શેર ઘટાડા સાથે બંધ થયા છે.. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 4 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

  • Follow us on: