• NSEનો નિફ્ટી 0.70 ટકા રહ્યો ડાઉન
  • BSEનો સેન્સેક્સ 0.73 ટકા રહ્યો ડાઉન
  • આજે માર્કેટ ઘટાડા સાથે થયું હતું ઓપન

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભારતીય શેરબજારમાં હલચલ મચાવી દીધી હતી. યુદ્ધની ચિંતા અને કોમોડિટીના ભાવમાં વધારો થવાની આશંકા વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં BSEનો સેન્સેક્સ 462 પોઇન્ટના ઘટાડા સાથે 65,533 અંક પર બંધ થયો છે. જ્યારે NSEનો નિફ્ટી 143 પોઇન્ટના ઘટાડા સાથે 19,510 અંક સાથે થયો બંધ અંક પર બંધ થયો હતો

બજારની સ્થિતિ

આજના કારોબારમાં બજારમાં તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારથી જ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહેલો આઈટી ઈન્ડેક્સ પણ નીચે સરકી ગયો હતો. આજના કારોબારમાં બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, મીડિયા, મેટલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી મિડ કેપ 1.34 ટકાના ઘટાડા સાથે 39,744 પોઇન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.78 ટકાના ઘટાડા સાથે 12,609 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 27 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 7 શૅર વધારા સાથે અને 43 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.

BSE માર્કેટ કેપમાં મોટો ઘટાડો

આજના વેપારમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં મોટો ઘટાડો થયો છે. BSE માર્કેટ કેપ રૂ. 316.05 લાખ કરોડ હતું જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 319.86 લાખ કરોડ હતું. મતલબ કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 3.81 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

વધતા અને ઘટતા શેર

આજના વેપારમાં ડૉ. રેડ્ડીઝના શેર 1.29 ટકા, એચસીએલ ટેક 0.96 ટકા, ટાટા કન્ઝ્યુમર 0.67 ટકા, એચયુએલ 0.48 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે અદાણી પોર્ટ્સ 4.90 ટકા, હીરો મોટોકોર્પ 2.73 ટકા, HDFC લાઇફ 2.50 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

  • Follow us on: