- BSEનો સેન્સેક્સ 0.47 ટકા રહ્યો વધ્યો
- NSEનો નિફ્ટી 0.47 ટકા રહ્યો વધ્યો
- સોમવારે માર્કેટ ઘટાડા સાથે થયું હતું બંધ
શેરબજારમાં આજે એટલે કે મંગળવારે (10 ઓક્ટોબર) ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં BSEનો સેન્સેક્સ 308 પોઇન્ટના વધારા સાથે 65,816 અંક પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે NSEનો નિફ્ટી 92 પોઇન્ટના ઘટાડા સાથે 19,604 અંક પર ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 28માં વધારો જોવા મળ્યો હતો અને માત્ર 2માં ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકન બજારોમાં તેજી જોવા મળી હતી
વૈશ્વિક સંકેતો ભારતીય બજારો માટે સારા છે. અમેરિકન બજારોમાં, ડાઉ જોન્સ 197 પોઈન્ટ્સ વધીને દિવસની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો, જેમાં નીચલા સ્તરોથી લગભગ 350 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. Nasdaqમાં 53 પોઈન્ટનો વધારો જોવા મળ્યો, S&P500 પણ 0.63%ના વધારા સાથે બંધ થયો હતો.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા ગઈકાલે એટલે કે સોમવારે (9 ઓક્ટોબર) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 483 પોઈન્ટ ઘટીને 65,512ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી 141 પોઈન્ટ તૂટ્યો હતો. 19,512ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ઘટાડો જોવા મળ્યો હતો અને માત્ર 3 શેરમાં વધારો જોવા મળ્યો હતો. મેટલ, ઓઇલ માર્કેટિંગ અને બેન્ક શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. જોકે, ફાર્મા અને આઈટી સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી.