- NSEનો નિફ્ટી 0.59 ટકા વધ્યો
- BSEનો સેન્સેક્સ 0.67 ટકા વધ્યો
- આજે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન
સપ્તાહના ત્રીજા દિવસે એટલે તે બુધવારે (11 ઓક્ટબર) શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. ઉત્તમ વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા ખરીદીને કારણે, બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બેન્કિંગ, એફએમસીજી અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. આજના કોરોબારના અંતે BSEનો સેન્કસેકસ 579 પાઇન્ટના વધારા સાથે 66,091 અંક પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 176 પોઇન્ટના વધારા સાથે 19,689 અંક પર બંધ થયો હતો.
બજારની સ્થિતિ
આજના કારોબારમાં એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.85 ટકાના વધારા સાથે બંધ થયો છે. નિફ્ટી એનર્જી 0.89 ટકા, મેટલ્સ, બેન્કિંગ, ફાર્મા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, ઓટો સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે IT અને PSU બેન્ક શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેર ઉછાળા સાથે અને 6 ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 39 શેરમાં વધારા સાથે અને 11 નુકસાન સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં તીવ્ર વધારો
શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 321.61 લાખ કરોડ થઈ છે, જે અગાઉના સત્રમાં રૂ. 319.75 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.86 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
વધતા અને ઘટતા શેર
આજના વેપારમાં વિપ્રો 3.39 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.09 ટકા, રિલાયન્સ 1.62 ટકા, એચયુએલ 1.57 ટકા, નેસ્લે 1.15 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે HCL ટેક 1.51 ટકા, TCS 0.42 ટકા, SBI 0.41 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.