- BSEનો સેન્સેક્સ 0.47 ટકા રહ્યો વધ્યો
- NSEનો નિફ્ટી 0.39 ટકા રહ્યો વધ્યો
- મંગળવારે માર્કેટ તેજી સાથે થયું હતું બંધ
શેરબજારમાં આજે એટલે કે બુધવારે (11 ઓક્ટોબર) ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં BSEનો સેન્સેક્સ 308 પોઇન્ટના વધારા સાથે 65,816 અંક પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે NSEનો નિફ્ટી 92 પોઇન્ટના ઘટાડા સાથે 19,604 અંક પર ટ્રેડ કરી રહ્યો છે.
પ્રી-ઓપન માર્કેટ
આજે પ્રી-ઓપન સેશનથી બજાર મજબૂત રહ્યું છે. BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં લગભગ 300 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી 80 પોઈન્ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ગિફ્ટી સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ પણ સવારે ગ્રીન ઝોનમાં હતા. એવા સંકેતો હતા કે આજે બજારમાં મજબૂતીનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે.
મંગળવારે તેજી પરત આવી
આ પહેલા મંગળવારે વૈશ્વિક બજારોના ટેકાથી સ્થાનિક બજારમાં પણ તેજી જોવા મળી હતી. ગઈકાલે સેન્સેક્સમાં લગભગ 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે પહેલા સોમવારે બજારે ઘટાડા સાથે સપ્તાહની શરૂઆત કરી હતી. સપ્તાહના અંતમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ અને સપ્તાહના પ્રથમ દિવસે, ભૌગોલિક રાજકીય તણાવની ચિંતાઓ બજાર પર પ્રભુત્વ ધરાવે છે આ કારણોસર સોમવારે બજારમાં ભારે ઘટાડો જાવા મળ્યો હતો.
વૈશ્વિક બજારોમાં તેજીનું વલણ
વૈશ્વિક બજારમાં તેજીનો માહોલ છે. મંગળવારે અમેરિકન બજારો નફામાં હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.40 ટકાનો વધારો થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 0.58 ટકા અને S&P 500માં 0.52 ટકાની તેજી જોવા મળી હતી. આજના કારોબારમાં એશિયન બજારો પણ મજબૂત છે. જાપાનનો નિક્કી 0.54 ટકાની મજબૂતીમાં છે. હોંગકોંગનો હેંગસેંગ લગભગ 1.50 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે.
આ શેરમાં વધારો જોવા મળ્યો
આજના કારોબારમાં તમામ મોટા શેરોની શરૂઆત સારી રહી છે. સેન્સેક્સના તમામ 30 શેરો પ્રારંભિક સત્રમાં લાભમાં છે. ICICI બેંક, વિપ્રો, ટાટા મોટર્સ, L&T, Axis Bank અને Infosys જેવા શેરોમાં વધારો જોવા મળ્યો છે.