• BSEનો સેન્સેક્સ 0.20 ટકા ડાઉન
  • NSEનો નિફ્ટી 0.13 ટકા ડાઉન
  • ગુરુવારે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન

સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે (16 ઓક્ટોબર) શેરબજારની શરૂઆત ઘટાડા સાથે કરી હતી. વૈશ્વિક બજારોમાં ઘટાડાનું દબાણ સ્થાનિક બજાર પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. આજના કોરોબારમાં સેન્સેક્સ 374 પોઈન્ટના ઘટાડા સાથે 66,034 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી લગભગ 139 પોઈન્ટના ઘટાડા સાથે 19,654 અંક પર ટ્રેડ કરી રહ્યો છે.

પ્રી-ઓપન સેશન માર્કેટ

પ્રી-ઓપન સેશનથી માર્કેટમાં ઘટાડાના સંકેતો હતા. સવારે ગિફ્ટી સિટીમાં નિફ્ટી ફ્યુચર ગગડ્યા હતા. સત્રની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ લગભગ 50 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. પ્રી-ઓપન સેશનમાં નિફ્ટી પણ લગભગ 15 પોઈન્ટ તૂટ્યો હતો.

શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો

આ પહેલા શુક્રવારે 13 ઓક્ટોબરે સેન્સેક્સ 125.65 પોઈન્ટ અથવા 0.19 ટકા ઘટીને 66,282.74 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 42.95 પોઈન્ટ ઘટીને 19,751.05 પોઈન્ટ પર બંધ થયો હતો. સ્થાનિક બજારમાં આ સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. સપ્તાહમાં બજાર નફામાં હતું. સપ્તાહ દરમિયાન, BSE સેન્સેક્સમાં 550 પોઈન્ટથી વધુનો વધારો થયો હતો અને નિફ્ટીમાં 245 પોઈન્ટ એટલે કે લગભગ 1.25 ટકાનો વધારો થયો હતો. સ્થાનિક બજાર સતત બીજા સપ્તાહે લાલ નિશાન પર બંધ થયું હતું.

વૈશ્વિક બજાર પર દબાણ યથાવત

વૈશ્વિક બજારમાં દબાણ છે. શુક્રવારે અમેરિકન બજારો ખોટમાં હતા. જોકે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.12 ટકા નજીવો વધ્યો હતો, નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 1.23 ટકા અને S&P 0.50 ટકા ઘટ્યો હતો. આજના કારોબારમાં એશિયન બજારો પણ નુકસાનમાં છે. જાપાનનો નિક્કી 1.64 ટકા તૂટ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ લગભગ 0.50 ટકાના નુકસાનમાં છે.

શરૂઆતના વેપારમાં મોટા શેર

આજે શરૂઆતી સેશનમાં આઈટી શેર ગ્રીન ઝોનમાં છે. ધાર્યા કરતા ખરાબ પરિણામોને કારણે ગયા સપ્તાહના છેલ્લા બે દિવસમાં બજારના ઘટાડામાં આઈટી શેરનો મોટો ફાળો હતો. આજે શરૂઆતના ટ્રેડિંગમાં HCL ટેક સેન્સેક્સ પર લગભગ 1.5 ટકાનો સૌથી વધુ વધારો દર્શાવે છે. ઈન્ફોસિસના શેર પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ અને ઈન્ડસઈન્ડ બેન્ક જેવા શેર 1 ટકાથી વધુ ખોટમાં હતા.

  • Follow us on: