દેશના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરપ્રદેશના અલીગઢમાં રવિવારે સાંજે કોમી ભારે બબાલ થઇ હતી. આ સિવાય અન્ય સમાચારમાં છત્તીસગઢ હાઇકોર્ટે એક ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરતાં જણાવ્યું હતું કે કોઇ પણ મોબાઇલ પર થનારી વાતચીતને અન્યની જાણકારી વગર રેકોર્ડ કરવી ગુપ્તતાનું ઉલ્લંઘન છે, તો સાથે પીએમ મોદીએ બીગ બીને રણોત્સવની મુલાકાતે આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. આ સહિતના મહત્ત્વના તમામ સમાચાર.

છત્તીસગઢ હાઇકોર્ટે એક ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરતાં જણાવ્યું હતું કે કોઇ પણ મોબાઇલ પર થનારી વાતચીતને અન્યની જાણકારી વગર રેકોર્ડ કરવી ગુપ્તતાનું ઉલ્લંઘન છે, પછી ભલે તે પતિ કે પત્ની કેમ ના હોય. 

કેન્દ્ર સરકાર દ્વારા હવે સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે ટૂંક સમયમાં 'વન નેશન, વન સ્ટુડન્ટ આઇડી' લાવવા માટે તૈયારી ચાલી રહી છે. આધારની જેમ સ્ટુડન્ટ્સનો એક યુનિક કોડ હશે. તે માટે વાલીઓની સંમતિની રાહ જોવાઇ રહી છે. 

ચાંદલોડિયામાં રહેતા અને સિલ્વર ઓક કોલેજમાં ભણતા બે મિત્રો વચ્ચે પ્રેમિકા સાથે વાતચીત કરવા બાબતે ઝઘડો થયો હતો. આ મામલો ઉગ્ર બનતા એક મિત્રે બીજા મિત્રની કારમાં જ હત્યા કરી નાખી હતી. 

અમદાવાદમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે આ સાથે જ વર્લ્ડકપમાં પાકિસ્તાનને આઠમી વાર પરાજય આપ્યો છે.

ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સને લાગે છે કે હવે તેમના માટે વનડે વર્લ્ડકપની દરેક મેચ ફાઇનલ જેવી બની ગઇ છે. જોકે, કમિન્સે દાવો કર્યો હતો કે તેમની ટીમ તે ટીમો સામે સારો દેખાવ કરવા માટે તૈયાર છે જેમની સામે અમારો હાલનો રેકોર્ડ સારો રહ્યો છે.

રિઝર્વ બેન્કનાં રિપોર્ટમાં શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે. 2024માં સેન્સેક્સમાં વધુમાં વધુ 37 ટકા જેટલો ઉછાળો જોવા મળી શકે છે અથવા તો 33 ટકા જેટલો ઘટાડો સંભવી શકે છે.

કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'નું સ્લોગન આપનારા મહાનાયક અમિતાભ બચ્ચનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કચ્છમાં રણોત્સવની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કીમતી ધાતુઓના ભાવમાં પણ ઘટાડો થઇ રહ્યો હતો તેવા સમયે પેલેસ્ટાઇનના આતંકી સગઠન હમાસે ઇઝરાયલ પર હુમલો કરતા વૈશ્વિક પરિબળો ડામાડોળ બન્યા છે. 

ઉત્તરપ્રદેશના અલીગઢમાં રવિવારે સાંજે કોમી ભારે બબાલ થઇ હતી. રસ્તા મુદ્દે થયેલા વિવાદ બાદ બે પક્ષો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો આ દરમિયાન એક મસ્જિદમાંથી બે ડઝન જેટલા લોકો રામબારાત પર સળીયા અને તલવારોથી હુમલો કર્યો હતો.

વિશ્વકપ ટૂર્નામેન્ટમાં ભારતે પોતાનો જીતનો સિલસિલો જારી રાખતાં શનિવારે અમદાવાદમાં રમાયેલી હાઇવોલ્ટેજ મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો હતો.પાકિસ્તાનની ટીમના ડાયરેક્ટર મિકી આર્થર આ પરાજયને પચાવી નથી શક્યા અને ગિન્નાયા છે. 
  • Follow us on: