• NSEનો નિફ્ટી 0.30 ટકા ડાઉન
  • BSEનો સેન્સેક્સ 0.42 ટકા ડાઉન
  • આજે માર્કેટ ઘટાડા સાથે થયું હતું ઓપન

ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારા બાદ ભારતીય બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, આજના કોરોબારના અંતે BSEનો સેન્સેકસ 274 પોઇન્ટના ઘટાડા સાથે 65,602 અંક પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 143 પોઇન્ટના ઘટાડા સાથે 19,612 અંક પર બંધ થયો છે.

બજારની સ્થિતિ

દિવસના પ્રથમ કલાકમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી. પરંતુ આ પછી રોકાણકારોએ પણ ખરીદીમાં રસ દાખવ્યો હતો. જેના કારણે ઘણા શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી.

આ શેર દરેકની પહેલી પસંદ બન્યા

ઓટો સેક્ટરમાં બજાજ ઓટોના શેર વધારા સાથે બંધ થયા હતા. બજાજ ઓટોમાં 6.67 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કંપનીનો શેર હાલમાં રૂ. 5,447 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, ફાર્માના કેટલાક શેરોએ સારો દેખાવ કર્યો છે. જોકે, Paytm એ બધાને ચોંકાવી દીધા અને 2.52 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે મોટા શેર તૂટતા જોવા મળ્યા હતા.

મોટા શેરમાં વેચાવલી જોવા મળી

જે શેર અપેક્ષા મુજબ પરફોર્મ કરી શક્યા નથી તેમાં મારુતિ, એક્સેસ, ઝોમેટોના નામ સામેલ છે. Zomato છેલ્લા 4 દિવસથી સારું વળતર આપી રહ્યું હતું. પરંતુ આજે શેરમાં 1.5 ટકાનો ઘટાડો થયો હતો. TCS આજે ફરી એકવાર લાલ નિશાન પર બંધ થયો હતો. TCSના શેરમાં 0.88 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

  • Follow us on: