- BSEનો સેન્સેક્સ 0.58 ટકા ડાઉન
- NSEનો નિફ્ટી 0.68 ટકા ડાઉન
- બુધવારે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન
સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે (19 ઓક્ટોબર) શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.બજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. આજના કોરોબારમાં સેન્સેક્સ 384 પોઈન્ટના ઘટાડા સાથે 65,492 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી લગભગ 132 પોઈન્ટના ઘટાડા સાથે 19,537 અંક પર ટ્રેડ કરી રહ્યો છે.
પ્રી-ઓપન સેશન માર્કેટ
પ્રી-ઓપન સેશનથી માર્કેટ પર ઘણું દબાણ જોવા મળ્યું હતું. પ્રી-ઓપન સેશનમાં, BSE સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ (0.75 ટકા)ના નુકસાનમાં હતો. નિફ્ટી પણ લગભગ 150 પોઈન્ટ તૂટ્યો હતો. ગિફ્ટી સિટીમાં નિફ્ટી ફ્યુચર નોંધપાત્ર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. એકંદરે, બજાર ખુલતા પહેલા તમામ સંકેતો એવા હતા કે આજે બજારની શરૂઆત ખરાબ રહી શકે છે.
ગઈકાલે સ્થાનિક બજારોમાં ઘટાડો નોંધાયો
આ પહેલા બુધવારે સ્થાનિક બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. BSEનો 30 શેરનો સેન્સેક્સ 551 પોઈન્ટથી વધુ ઘટીને 65,877 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે, NSEનો નિફ્ટી 140 પોઈન્ટ્સ (આશરે 0.71 ટકા)થી વધુ ઘટીને 19,671 પોઈન્ટ પર આવી ગયો હતો. આ સપ્તાહની શરૂઆતથી જ સ્થાનિક બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે.