• NSEનો નિફ્ટી 0.44 ટકા વધ્યો
  • BSEનો સેન્સેક્સ 0.41 ટકા વધ્યો
  • આજે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન

ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે તેજી જોવા મળી હતી. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જો કે આજે ફરી એકવાર મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદી જોવા મળી છે. આજના કોરોબારના અંતે BSEનો સેન્સેકસ 272 પોઇન્ટના વધારા સાથે 66,439 અંક પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 85 પોઇન્ટના વધારા સાથે 19,817 અંક પર બંધ થયો છે.

બજારની સ્થિતિ

શેરબજારમાં આજે મજબૂત ગતિ સાથે તેજી જોવા મળી છે, અને સ્થાનિક શેરબજારમાં જોરદાર કારોબારી દિવસના અંતે જોરદાર ઉછાળો નોંધાયો છે. બેંક શેરોમાં જોરદાર ઉછાળાને કારણે શેરબજારને સપોર્ટ મળી રહ્યો છે અને આઈટી શેરોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. આજે બજારને રિલાયન્સ, એચડીએફસી બેંક જેવી હેવીવેઇટ્સની વૃદ્ધિ દ્વારા ટેકો મળ્યો છે.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થતા રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો હતો. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 322.20 લાખ કરોડ થઈ છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 321.91 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 29,000 કરોડનો વધારો થયો છે.

શેરબજારમાં ઉછાળો

બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે આજના કારોબારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય એફએમસીજી, એનર્જી, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ મેટલ્સ, ઓટો અને આઈટી સેક્ટરના શેરમાં તેજી સાથે બંધ થયા હતા. જ્યારે માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી એકવાર જોરદાર ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઉછાળા સાથે અને 50 નિફ્ટી શેરોમાંથી 38 શેર ઉછાળા સાથે અને 12 ઘટાડા સાથે બંધ થયા હતા.


  • Follow us on: