- 800 લોકોને માટે નોકરીની વ્યવસ્થા થશે
- એન્જિનિયરિંગ સર્વિસની સાથે ડિજિટલ સર્વિસમાં કામ કરશે કર્મચારીઓ
- ભારતમાં એપલ કંપની પણ જલ્દી આપશે અનેક લોકોને નોકરી
દુનિયાભરમાં મંદીની આહટ જોવા મળી રહી છે. અમેરિકાની અનેક મોટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કોર્પોરેટ કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી શરૂ કરી ચૂકી છે. ટ્વિટર, ફેસબુકની પેરન્ટ કંપની મેટા જેવી અનેક કંપનીના કર્મચારીઓએ છટણી શરૂ કરી છે. આ કારણે લોકોને રોજગારનું સંકટ ઊભું થયું છે. એવામાં આ રીતે મોટી કંપનીના કર્મચારીઓને માટે ભારતીય દિગ્ગજ કંપની ટાટાએ મદદનો હાથ આગળ વધાર્યો છે. ટાટા મોટર્સે પોતાની બ્રિટિશ સબ્સિડિયરી જગુઆર લેન્ડ રોવરમાં મેટા અને ટ્વિટરથી કાઢી દેવાયેલા કર્મચારીઓને નોકરીની ઓફર આપવાનું વિચાર્યું છે.
શું કહે છે રિપોર્ટ
બ્લૂમબર્ગના રિપોર્ટના અનુસાર દુનિયાની મોટી ટેક કંપનીથી કાઢી મૂકાયેલા કર્મચારીઓને માટે જગુઆર લેન્ડ રોવર નોકરીનો એક સોનેરી ચાન્સ લઈને આવી રહ્યું છે. હવે ટ્વિટર, મેટા જેવી કંપનીઓથી કાઢી મૂકાયેલા કર્મચારીઓને અલગ અલગ વિભાગમાં નોકરી આપશે. તેમાં એન્જિનિયરિંગ સર્વિસની સાથે સાથે ડિજિટલ સર્વિસમાં કામ કરનારા લોકો સામેલ છે.
કેટલા લોકોને નોકરી આપશે ટાટા મોટર્સની જગુઆર
ઉલ્લેખનીય છે કે કંપનીએ કહ્યું કે તે અલગ અલગ સેક્ટર્સમાં કામ કરનારા લોકોને રોજગાર આપશે. કંપનીએ વાયદો કર્યો છે કે તે હાલમાં 800 લોકોને નોકરી આપશે. તેમાં ડેટા સાયન્ટિસ્ટ, મશીન લર્નિંગ, ઈલેક્ટ્રીફિકેશન, ક્લાઉડ સોફ્ટવેર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઓટોનોમસ ડ્રાઈવિંગ જેવા અનેક સેક્ટર્સના લોકોને માટે નોકરીનો અવસર લાવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે તે અમેરિકા, બ્રિટન, ભારત, ચીન, હંગરી, આયર્લેન્ડ જેવા દેશમાં આ નોકરીઓ આપશે.
ભારતમાં એપલ આપશે બંપર નોકરી
આ સાથે ભારતમાં જલ્દી નોકરીની ભરમાર જોવા મળશે. આઈફોન બનાવનારી કંપની Appleએ બેંગલુરુમાં હોસુરની પાસે એક ફેક્ટરી બનાવી છે. તેની મદદથી તે ભારતમાં હજારો લોકોને નોકરી આપશે. આ સાથે જાણકારી આપતા દૂરસંચાર અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં લગભગ 60 હજારથી વધુ લોકોને નોકરી મળશે.
મેટા અને ટ્વિટરે હજારો કર્મચારીઓની કરી છટણી
ટ્વિટર અને ફેસબુકની પેરન્ટ કંપની Meta Layoffsએ છેલ્લા કેટલાક સમયમાં પોતાના હજારો કર્મચારીઓને નોકરીથી કાઢી મૂક્યા છે. એલન મસ્કના ટ્વિટર ટેકઓવર કર્યા બાદ તેઓએ 50 ટકા કર્મચારીઓને નોકરીથી કાઢી મૂક્યા હતા. આ સિવાય ફેસબુકની પેરન્ટ કંપનીએ 11000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. આ સિવાય અમેઝોન, માઈક્રોસોફ્ટ, Johnson & Johnson, Beyond Meat Inc, ઓનલાઈન બેંક ફર્મ Chime, Phillips 66, Arrival SA જેવી અનેક કંપનીઓએ કોસ્ટ કટિંગ કરવા માટે વર્કફોર્સને ઘટાડવાનો નિર્ણય લીધો છે.