• ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે TRAIનો નિર્ણય
  • મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમોમાં મોટા ફેરફાર 
  • 1 જુલાઈ 2024થી દેશભરમાં લાગુ થશે નવા નિયમો

મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમોમાં મોટા ફેરફાર થયા છે. TRAI દ્વારા 15 માર્ચ, 2024ના રોજ નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. જે 1 જુલાઈ 2024થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ટ્રાઈનું કહેવું છે કે નિયમોમાં ફેરફાર કરીને છેતરપિંડીની ઘટનાઓને રોકી શકાય છે. જો કે આના કારણે સામાન્ય યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નવા નિયમો હેઠળ, જો મોબાઇલ વપરાશકર્તાઓએ તાજેતરમાં તેમનું સિમ કાર્ડ સ્વેપ કર્યું છે, તો તેઓ તેમના મોબાઇલ નંબરને પોર્ટ કરી શકશે નહીં.

મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમોમાં મોટા ફેરફાર 

સિમ કાર્ડના નવા નિયમથી ઓનલાઈન છેતરપિંડીની ઝડપથી વધી રહેલી ઘટનાઓને રોકવામાં પણ મદદ મળશે કેમ કે TRAI દ્વારા સિમ સ્વેપને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે તમારું સિમ સ્વેપ કર્યું છે, તો તમારે હવે ધ્યાન રાખવું પડશે કેમ કે સિમ સ્વેપ કરાવ્યાના તુરંત બાદ તમે સિમ પોર્ટ નહીં કરાવી શકો.ઉલ્લેખનીય છે કે, જ્યારે સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા તૂટી જાય ત્યારે સિમ સ્વેપિંગ થાય છે. સિમ ખોવાવા પર અથવા તૂટવા પર તમારા ટેલિકોમ ઓપરેટર નવુ સિમ આપે તેને સ્વેપિંગ કહેવાય છે.

ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે TRAIનો નિર્ણય

તમને જણાવી દઈએ કે સિમના એક્સચેન્જને સિમ સ્વેપિંગ કહેવામાં આવે છે. જ્યારે સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા તૂટી જાય ત્યારે સિમ સ્વેપિંગ થાય છે. જ્યારે આવું થાય, ત્યારે તમે તમારા ટેલિકોમ ઓપરેટરને તમારા જૂના સિમને નવા સિમ સાથે બદલવા માટે કહો. આજના યુગમાં સિમ સ્વેપિંગની છેતરપિંડી વધી છે. આમાં, છેતરપિંડી કરનારાઓ તમારા પાન કાર્ડ અને આધારના ફોટા સરળતાથી મેળવી લે છે. આ પછી, તમારા નંબર પર પ્રાપ્ત OTP છેતરપિંડી કરનારાઓ સુધી પહોંચે છે.

  • Follow us on: