• પેપરલેસ બજેટ 2022-23ના કેન્દ્રીય બજેટ સાથે શરૂ થયું
  • નાણામંત્રી 10th gen iPadની મદદથી રજૂ કરશે બજેટ
  • ટેબલેટની કિંમત અંદાજે 61,900 રૂપિયા

નિર્મલા સીતારમણ આજે મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ 2024 રજૂ કરશે.  પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ શેની મદદથી બજેટ વાંચે છે? તો તમારે એ જાણવું જરૂરી છે કે જે ટેબલેટની મદદથી નિર્મલા સીતારમણ આખું બજેટ વાંચશે અને કેટલી છે તેની કિંમત.

આજે મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ

નાણામંત્રીની બજેટની સફર ઘણી લાંબી છે અને આ લાંબી સફરમાં બજેટ રજૂ કરવાની રીતમાં પણ ઘણો બદલાવ આવ્યો છે, એક બ્રીફકેસથી શરૂ થયેલી આ સફર આજે એક ટેબલેટમાં ફેરવાઈ ગઈ છે અને આ નાના ઉપકરણની મદદથી સમગ્ર બજેટ વાંચવામાં આવે છે.

Apple iPad 10th Genની ભારતમાં અંદાજિત કિંમત

Apple કંપનીનું 10th gen iPad મોડલ બે સ્ટોરેજ વિકલ્પોમાં મળી રહે છે. 64 GB અને 256 GB સ્ટોરેજ. Apple કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર 64 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 34,900 રૂપિયા (Wi-Fi) છે અને Wi-Fi અને સેલ્યુલર વેરિઅન્ટની કિંમત 49,900 રૂપિયા છે. 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 49,900 રૂપિયા (Wi-Fi) છે અને Wi-Fi અને સેલ્યુલર વેરિઅન્ટની કિંમત 64,900 રૂપિયા છે.  

 

  • Follow us on: