- 2019માં પહેલા બજેટ સમયે ગુલાબી સાડી પહેરી હતી
- વર્ષ 2022માં કોફી રંગની પરંપરાગત ઓરિસ્સાની સાડી પહેરી હતી
- 2024માં છઠ્ઠું બજેટ રજૂ કરતી સમયે બ્લૂ કલરની હેન્ડલૂમ સાડી પહેરી હતી
આજે નિર્મલા સીતારમણ નાણામંત્રીના રૂપમાં મોદી સરકારનું 3.0નું પહેલું અને તેમનું સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ સમયે તેઓ એક ખાસ રેકોર્ડ પણ બનાવશે. આજે વાત કરીએ નાણામંત્રીની બજેટ સમયે પહેરાતી ખાસ સાડીઓની. તો જુઓ 2019માં નાણામંત્રીએ પહેલું બજેટ રજૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીના તેમના સાડી લૂકને. આજે તેઓ કઈ સાડી પહેરશે તે જોવું રહ્યું.

નિર્મલા સીતારમણે 2019માં તેમના પ્રથમ બજેટ ભાષણમાં ગુલાબી સિલ્કની સાડી પહેરી હતી. તેની પાછળનો ગૂઢ અર્થ એ છે કે ગુલાબી રંગ સ્થિરતા અને ગંભીરતાનું પ્રતીક માનવામાં આવે છે.

નિર્મલા સીતારમણે 2020ના બજેટ ભાષણમાં પીળી સિલ્કની સાડી પહેરી હતી. પીળો રંગ આનંદ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ લુકના પણ ખૂબ વખાણ થયા હતા. આ વર્ષે તેમણે 2 કલાક 42 મિનિટનું બજેટ રજૂ કર્યું હતું.

વર્ષ 2021નું બજેટ કોરોના સમયગાળા દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નિર્મલા સીતારમણે લાલ બોર્ડરવાળી ઓફ-વ્હાઈટ કલરની સાડી પહેરી હતી.

વર્ષ 2022માં નાણામંત્રીએ કોફી રંગની સાડી પહેરી હતી. આ બોમકાઈ સાડી હતી, જે પરંપરાગત રીતે ઓરિસ્સામાં બનાવવામાં આવે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023નું બજેટ રજૂ કરવા માટે પરંપરાગત લાલ રંગની સાડી પહેરી હતી. લાલ રંગ પ્રેમ, પ્રતિબદ્ધતા, શક્તિ અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે.

2024ના વચગાળાના બજેટમાં નાણામંત્રીએ બ્લુ હેન્ડલૂમ સાડી પહેરી હતી. નાણામંત્રીનું આ છઠ્ઠું બજેટ ભાષણ હતું. આ સાડી ટસર સિલ્કની હતી.