- નિર્મલા સીતારમણ 23 જુલાઇએ રજૂ કરશે બજેટ
- કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આપ્યુ આ નિવેદન
- કહ્યું બજેટ આર્થિક અને સામાજિક ન્યાય આપનારુ હશે
પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થવાનું છે. 23 જુલાઇની સૌ કોઇ રાહ જોઇને બેઠું છે. શું આ બજેટમાં નોકરીયાત વર્ગને રાહત મળશે ? વિદ્યાર્થીઓ માટે શું હશે ખાસ, ગૃહિણીઓ માટે શું હશે ખાસ આ તમામ સવાલોના આવતી કાલે જવાબ મળશે. નિર્મલા સીતરમણ સાતમી વખત બજેટ રજૂ કરવાના છે. ત્યારે આ અંગે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું શું કહેવુ છે આવો જાણીએ .
તમામને ન્યાય આપનારુ હશે- આઠવલે
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે 140 કરોડ લોકોને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ન્યાય પ્રદાન કરશે. આ બજેટમાં વિકાસ માટે ઘણા પૈસાની જાહેરાત કરવામાં આવશે. પીએમ મોદીની વિચારસરણી છે કે દરેક વર્ગ અને ધર્મના લોકોને ન્યાય મળવો જોઈએ. બજેટ તમામને ન્યાય આપવામાં ભૂમિકા ભજવશે. તેમણે સમાચાર એજન્સી સાથે વાત કરતા આઠવલેએ કહ્યું કે તે ભલે ખેડૂતો હોય, ગરીબ હોય, યુવાનો હોય કે મહિલાઓ હોય, સરકારની ભૂમિકા તમામ લોકોને ન્યાય આપવાની રહેશે. બજેટ પ્રશંસનીય રહેશે. બજેટ સારું રહેશે. 2024-25નું બજેટ દેશને આર્થિક ન્યાય અને સામાજિક ન્યાય આપતું બજેટ હશે.
સામાન્ય માણસને ન્યાય આપનારુ- આઠવલે
આર્થિક સર્વેમાં જીડીપીને લઈને કરવામાં આવેલા અંદાજો પર આઠવલેએ કહ્યું કે જે રીતે બજેટને લઈને ગૃહમાં માહિતી આપવામાં આવી છે તે રીતે જીડીપી વધશે. અને આર્થિક દૃષ્ટિકોણથી બજેટ સારું રહેશે. અમારો પ્રયાસ દરેક વર્ગની આવક વધારવાનો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને બહાર લાવવાનો છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. આ બજેટ સામાન્ય માણસને ન્યાય આપનારુ રહેશે.
બજેટથી શિક્ષણમાં પ્રગતિ થશે - આઠવલે
કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું આનાથી મધ્યમ વર્ગને ન્યાય મળશે. ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે જેથી બેરોજગારોને રોજગારી મળે. આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બજેટ આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓને ન્યાય આપવાનું કામ કરશે. શિક્ષણમાં સારી પ્રગતિ આપનારુ બજેટ રહેશે.