- NSEના નિફ્ટીમાં 0.088%નો ઘટાડો
- BSEના સેન્સેક્સમાં 0.13%નો ઘટાડો
- સેન્સેકસ 87 પોઈન્ટના ફલેટ કારોબાર સાથે બંધ
ભારતીય શેરબજાર આજે એટલે કે, 22 જુલાઈએ સોમવારે ઘટાડા સાથે બંધ થયું હતું. શનિવારે પણ માર્કેટ ભારે કડાકા સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી છે. બજેટની પહેલા ઓટો સ્ટોક્સમાં પણ વેચવાલી જોવા મળી છે. આજના કારોબારી સત્ર સમાપ્ત થતા બીએસઈ સેન્સેક્સ 102.57 અંકના ઘટાડા સાથે 80,502 અંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 21.65 અંકના ઘટાજા સાથે 24,509.25 અંક પર બંધ થયો હતો.
શુક્રવારે બજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી
અગાઉ, શુક્રવારે એટલે કે 19 જુલાઈના રોજ, શેરબજારે સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે ઓલટાઈમ હાઈ સ્તર બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 81,587ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 24,853ના સ્તરને સ્પર્શ્યો. જોકે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ 738 પોઈન્ટના ઘટાડા સાથે 80,604 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 269 પોઈન્ટ ઘટીને 24,530 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં વધારો જોવા મળ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો નોંધાયો
આજના કારોબારી સત્રમાં મિડ-કેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ઉછાળાને લીધે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 448.38 લાખ કરોડ રૂપિયા પર ક્લોઝ થયું છે. જે ગત કારોબારી સત્રમાં 446.38 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. જેથી આજના કારોબારી સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં બે લાખ કરોડનો ઘટાડો થયો છે.