- NSEના નિફ્ટીમાં 50 પોઈન્ટનો ઘટાડો
- BSEના સેન્સેક્સમાં 0.12%નો ઘટાડો
- સેન્સેકસ 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ઓપન
ભારતીય શેરબજાર આજે એટલે કે, 22 જુલાઈ સોમવારે ભારે ઘટાડા સાથે ઓપન થયું છે. શનિવારે પણ માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું. આજે માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 80,200ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ દરમિયાન નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. તે 24,445ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઘટાડો અને 7માં વધારો જોવા મળી રહ્યો છે.
શુક્રવારે બજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી
અગાઉ, શુક્રવારે એટલે કે 19 જુલાઈના રોજ, શેરબજારે સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે ઓલટાઈમ હાઈ સ્તર બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 81,587ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 24,853ના સ્તરને સ્પર્શ્યો. જોકે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ 738 પોઈન્ટના ઘટાડા સાથે 80,604 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 269 પોઈન્ટ ઘટીને 24,530 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં વધારો જોવા મળ્યો હતો.













