• 10 ગ્રામ સોનાનો ભાવ 73,500 રૂપિયા, એક કિલો ચાંદી 92,000ને પાર ભાવ બોલાયો
  • રવિવારે સોના-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નથી નોંધાયો
  • એસએમએસથી પણ સોના-ચાંદીના ભાવ જાણી શકાય છે

રવિવારે એટલે કે, આજે 21મી જુલાઈએ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે દેશમાં સોના-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. સોનું આશરે 73,500ના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ચાંદી એક કિલોના 92 હજારને પાર યથાવત્ છે. જાણો આજનો સોના-ચાંદીના તાજા ભાવ.


દેશના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ

દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે 24 કેરેટ સોનું 74120 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈ, પૂણે, કોલકાતા અને કેરળમાં 73970 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત વડોદરા અને અમદાવાદમાં 74020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલા ટ્રેડ થઈ રહ્યું છે.

 

ચાંદીના નવીનતમ ભાવ

 આપણે જો ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. રવિવારે, MCX પર, 5 સપ્ટેમ્બરે ભાવિ ડિલિવરી માટે ચાંદી રૂ. 89675 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે, જ્યારે 5 ડિસેમ્બરે ભાવિ ડિલિવરી માટે ચાંદી રૂ. 92150 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે. આ સિવાય 5 માર્ચ, 2025ના ભાવિ ડિલિવરી માટે ચાંદી 94870 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

મોબાઈલ ફોનથી મિસ્ડ કોલથી ભાવ જાણો

22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીનો છૂટક ભાવ જાણવા 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં એસએમએસથી નવા ભાવ મળશે.

સોનું ખરીદતી વેળા હોલમાર્કનું રાખો ધ્યાન

સોનું ખરીદતા સમયે હંમેશા તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. ગ્રાહક હોલમાર્કનું નિશાન જોઈને ખરીદી કરે. હોલમાર્ક સોનાની સરકારી ગેરન્ટી છે. બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ હોલમાર્ક નક્કી કરે છે. 

  • Follow us on: