- સોમવારે સોનાના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ચાંદીમાં 300 રૂપિયાનો ઘટાડો
- સોનું ખરીદતી વેળા હોલમાર્કનું ધ્યાન રાખવું જોઈએ
- સોના-ચાંદીનો ભાવ એસએમએસથી પણ જાણી શકાય છે
કારોબારના પ્રથમ દિવસે એટલે કે, સોમવારે સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 22 જુલાઈએ સોનાના ભાવમાં આશરે 50 રૂપિયા 10 ગ્રામ પ્રતિનો વધારો થયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં આશરે 300 રૂપિયાનો ઘટાડો થયો છે. જાણી લો, એમસીએક્સ પર સોના-ચાંદીના ભાવ...
MCX ઉપર સોનાનો ભાવ
મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોમવાર પાંચમી ઓગસ્ટની વાયદા ડિલીવરી વાળું સોનું 73035 રૂપિયા પ્રતિ 10 ગ્રાના ભાવે વેપાર થઈ રહ્યું છે, જ્યારે 4 ઓક્ટોબરની વાયદા ડિલીવરી વાળું સોનું 73471 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું હતું. આ ઉપરાંત પાંચમી ડિસેમ્બરનું ફ્યૂચર ડિલીવરી વાળું સોનું 73918 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું છે.
આની પહેલા શુક્રવારે કારોબારના છેલ્લા સત્રમાં પાંચમી ઓગસ્ટનું વાયદા ડિલીવરી વાળું સોનું 72990 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર બંધ થયું હતું. જ્યારે ચાર ઓક્ટોબરની વાયદા ડિલીવરી વાળું સોનું 73471 રૂપિયા પ્રતિ 10 ગ્રાના ભાવે બંધ થયું હતું. આ ઉપરાંત પાંચ ડિસેમ્બરની ફયૂચર ડિલીવરી વાળઉં સોનું 73918 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
ચાંદીના તાજા ભાવ જાણો
ચાંદીના નવા તાજા ભાવની વાત કરીએ તો સોમવારે 22 જુલાઈએ એમસીએક્સ પર પાંચ સપ્ટેમ્બરની વાયદા ડિલીવરી વાલી ચાંદી 89301 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેપાર થઈ રહી છે. જ્યારે પાંચ ડિસેમ્બરની ફયૂચર ડિલીવરી વાળી ચાંદી 91805 રૂપિયાના રેટ પર ટ્રેડ કરી રહી છે. આની પહેલા શુક્રવારે પાંચમી સપ્ટેમ્બરે વાયદા ડિલીવરીની ચાંદી 89646 રૂપિયાના ભાવે બંધ થઈ હતી. જ્યારે પાંચ ડિસેમ્બરની વાયદા ડિલીવરી વાળી ચાંદી 92162 રૂપિયાના ભાવે બંધ થઈ હતી.
અમેરિકી સોનાનો લેટેસ્ટ રેટ
0017 GMT સુધી સ્પોટ ગોલ્ડ 0.3 ટકા વધીને 2,408.19 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. ગત અઠવાડિયે કિંમત 2,483.60 ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા હતા. હાજર ચાંદી 0.3 ટકાથી વધીને 29.34 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ, પ્લેટિનમ 0.9 ટકા વધીને 970.65 ડોલર અને પેલેડિયમ 1.6 ટકા વધીને 920.83 ડોલર થયો છે.
મોબાઈલ ફોનથી મિસ્ડ કોલથી ભાવ જાણો
22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીનો છૂટક ભાવ જાણવા 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં એસએમએસથી નવા ભાવ મળશે.
સોનું ખરીદતી વેળા હોલમાર્કનું રાખો ધ્યાન
સોનું ખરીદતા સમયે હંમેશા તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. ગ્રાહક હોલમાર્કનું નિશાન જોઈને ખરીદી કરે. હોલમાર્ક સોનાની સરકારી ગેરન્ટી છે. બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ હોલમાર્ક નક્કી કરે છે.