• બજેટના એક દિવસ પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો
  • વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો
  • એસએમએસથી પણ ઈંધણના ભાવ જાણી શકાય છે

જનરલ બજેટ આવે એના એક દિવસ અગાઉ સોમવારે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં આજે ઈંધણના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં કડાકો બોલાયો છે. જો કે, દેશના ચાર મહિનાગરમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરબદલ નથી જોવા મળ્યો. 


ક્રૂડ ઓઈલની વાત કરીએ તો ગત 24 કલાકમાં આના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેંટ ક્રૂડનો ભાવ તૂટીને સીધો 83.09 ડોલર પ્રતિ બેરલ થયો છે. ડબલ્યૂટીઆઈનો રેટ પણ વધારાની સાથે 80.55 ડોલર પ્રતિ બેરલ થયો છે. 

ગુજરાતના મુખ્ય શહેરોના ઈંધણના ભાવ જાણો


ક્રમશહેરપેટ્રોલનો ભાવ લિટરમાં ડીઝલનો ભાવ લિટરમાં
1અમદાવાદ94.39 રૂપિયા90.06 રૂપિયા
2વડોદરા94.05 રૂપિયા89.72 રૂપિયા
3જામનગર94.46 રૂપિયા90.13 રૂપિયા
4સુરત94.44 રૂપિયા90.13 રૂપિયા



દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો


ક્રમશહેરપેટ્રોલના  ભાવ લિટરમાં ડીઝલના ભાવ લિટરમાં
1દિલ્હી94.72 રૂપિયા 87.62 રૂપિયા
2મુંબઈ103.44 રૂપિયા89.97 રૂપિયા
3કોલકાતા100.76 રૂપિયા92.35  રૂપિયા
4ચેન્નઈ 104.95 રૂપિયા91.76 રૂપિયા


ડીઝલના ભાવ જાણો

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરતી હોય છે. ઓઈલ કંપનીઓ દરરોજ સવારે છ વાગ્યે ઈંધણના ભાવની જાણકારી અપડેટ કરે છે.

SMSથી આવી રીતે ચેક કરો પોતાના શહેરના ઈંધણના ભાવ

ઉલ્લેખનીય છે કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાગતા ટેક્સના લીધે જુદા-જુદા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોય છે. તમે ફોથી એસએમએસ વડે પણ રોજ દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છે. આ માટે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોને RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવું.


  • Follow us on: