- 23 જુલાઇએ કેન્દ્ર સરકારનું બજેટ
- PM મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ
- નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ ગયુ છે. આજે નિર્મલા સીતારમણ દ્વારા આર્થિક સર્વેક્ષણ રજૂ કરાયુ છે. ત્યારે આવતીકાલે નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજથી શરૂ થયેલા બજેટ સત્રના ભાગરૂપે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરશે. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હશે..
કેટલા વાગે રજૂ કરશે બજેટ ?
નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ, 2024 ના રોજ સંસદમાં ભારતનું બજેટ 2024 રજૂ કરશે. સીતારમણ સવારે 11:00 વાગ્યે બજેટ 2024 ભાષણ શરૂ કરે તેવી અપેક્ષા છે. નિર્મલા સીતારમણનું આ સાતમું બજેટ ભાષણ હશે. બજેટ 2024માં પશ્ચિમ રેલવે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને રેકોર્ડ મૂડી ખર્ચની જાહેરાત કરવામાં આવશે. વધુમાં, સામાન્ય માણસ, પગારદાર કરદાતાઓ અને મધ્યમ વર્ગ આવકવેરામાં રાહતની જાહેરાતો માટે કેન્દ્રીય બજેટ 2024 તરફ જોઈ રહ્યા છે, ખાસ કરીને નવી આવકવેરા વ્યવસ્થામાં ફેરફાર થશે કે કેમ તેની તરફ તમામનું ધ્યાન રહેશે.
બજેટ અંગે પીએમ મોદીએ શું કહ્યું ?
પીએમ મોદીએ બજેટ સત્રની શરૂઆત પહેલા સંબોધન કરતા જણાવ્યું કે ગૌરવની વાત છે કે 60 વર્ષ બાદ કોઈ સરકાર ત્રીજી વખત સત્તામાં આવી છે અને ત્રીજી વખત પ્રથમ બજેટ રજૂ કરશે. હું દેશના લોકોને ગેરંટી આપતો રહ્યો છું. દેશ અને અમારું મિશન આને ગેરંટીને પુરી કરવાનું છે. આ બજેટ અમૃત કાળ માટે મહત્વપૂર્ણ બજેટ છે. આ વખતનું બજેટ આપણા કાર્યકાળના આગામી 5 વર્ષની દિશા નક્કી કરશે. આ બજેટ 'વિકિસિત ભારત'ના અમારા સપનાનો પણ મજબૂત પાયો બનશે.