આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ દેશનું આર્થિક બજેટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ સંસદમાં રજૂ કરશે. આ બજેટ પર ખાસ કરીને મધ્યમ વર્ગની તિક્ષ્ણ નજર રહે છે. ત્યારે નાણામંત્રીના પટારામાંથી કઇ વસ્તુઓ નિકળશે તે માટેની આતુરતા જનતામાં જોવા મળી રહી છે. આ બજેટમાં ટેક્સથી લઇને ટૈરિફ સુધીની મધ્યવર્ગની ચિંતા સામેલ હોય છે. આ વખતે સરકાર ટેક્સ અને મોંઘવારી મુદ્દે જનતાને રાહત આપશે તે અંગે શક્યતાઓ સેવાઇ રહી છે. 


ટેક્સ અને મોંઘવારીમાં મળશે રાહત ?

સરકાર નવા રિજીમમાં 10 લાખ સુધીની વાર્ષિક આવકને ટેક્સ ફ્રી કરી શકે છે. તો 15 લાખથી લઇને 20 લાખ વચ્ચેની આવકને 30 ટકાના સ્થાને 25 ટકા નવા સ્લૈબમાં લાવવાની જાહેાત પણ બજેટમાં થઇ શકે છે. આ સિવાય નવા રીજીમમાં બેઝિક એગ્જમ્પ્શન લિમિટને વધારીને 5 લાખ કરવાની જાહેરાત પણ થઇ શકે છે. આ નિર્ણય વધુમાં વધુ નવા ટૈક્સ રિજીમને સ્વીકારવામાં પ્રેરિત કરશે. CIIની ભલામણને જોતા સરકાર મોંઘવારીનો બોજ પણ ઓછો કરી શકે છે. સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં પણ કપાત કરી શકે છે. પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટવાની શક્યતાઓ સેવાઇ રહી છે. PM કિસાન સન્માન નિધીની રકમમાં વધારો કરવાની જાહેરાત પણ આવતીકાલે નાંણાંમંત્રી કરી શકે છે. PM કિસાન સન્માન નિધીમાં ધનરાશિ 6 હજારના સ્થાને 12 હજાર કરવાની ભલામણ કરાઇ છે. હમણા સુધી આ યોજના હેઠળ 9 કરોડ ખેડૂતોને 3 હપ્તામાં 2-2 હજાર રૂપિયા ટ્રાંસફર કરવામાં આવ્યા છે. રોજગાર વધારવા માટે CIIની ભલામણથી એકિકૃત રાષ્ટ્રીય રોજગાર નીતિ પણ સરકાર લાવી શકે છે. ગ્રામીણ ભાગોમાં ઇંટર્નશીપ માટે પણ નવા માર્ગ ખોલાઇ શકે છે. હેલ્થ બજેટમાં પણ વધારો થઇ શકે છે. તો ઘર લેવા માટે પણ લોકોને સસ્તા દર જાહેર કરવામાં આવશે. તો સાથે જ મોબાઇલ સસ્તા કરવા માટે કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક સાથે જોડાયેલા પાર્ટની ઇમ્પોર્ટ ડ્યૂટી ઓછી કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવી શકે છે.

મધ્યમ વર્ગની નાણામંત્રીને ખાસ રજૂઆત

જે રીતે મોંઘવારી વધી રહી છે અને રોજગાર ઓછો થિ રહ્યો છે. તેને જોતા મિડલ ક્લાસ નાણામંત્રીને વિનંતી કરી રહ્યા છે કે તેમના પર વધુ પડતો બોજો ન નાંખવામાં આવે. કારણે ટેક્સ અને મોંઘવારીના કારણે લોકોનું જીવન ગુજારવું કઠીન થઇ રહ્યુ છે. 

  • Follow us on: