સરકારના નવા એલાન મુજબ, ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે ₹40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ દેશમાં ટેકનોલોજીકલ ક્રાંતિ લાવવા અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.


ભારતીય અર્થવ્યવસ્થાની એક ભવ્ય અને સર્વાંગી તસવીર રજૂ કરે

સ્મૃતિ ઈરાનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બાયોફાર્મા, સેમીકન્ડક્ટર મિશન અને રેયર અર્થ કોરિડોર જેવી યોજનાઓ ભારતીય અર્થવ્યવસ્થાની એક ભવ્ય અને સર્વાંગી તસવીર રજૂ કરે છે. આ બજેટ દરેક વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જે ભારતને 'વિકસિત ભારત' બનાવવાના સંકલ્પ તરફ આગળ લઈ જશે.

રેયર અર્થ મિનરલ્સ

ભારતની છુપાયેલી શક્તિ બજેટમાં જાહેર કરાયેલા ‘રેયર અર્થ મિનરલ કોરિડોર’ અંગે વાત કરતા પૂર્વ મંત્રીએ એક મહત્વપૂર્ણ વિગત શેર કરી હતી. તેમણે જણાવ્યું કે રેયર અર્થ મિનરલ્સના ભંડારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે, છતાં વૈશ્વિક ઉત્પાદનમાં આપણો હિસ્સો અત્યારે માત્ર ૧ ટકા જ છે. આ વિસંગતતા દૂર કરવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. હવે સરકાર માત્ર કાચો માલ નિકાસ કરવાને બદલે દેશમાં જ તેનું ઉત્પાદન (લોકલ પ્રોડક્શન) વધારીને વેલ્યુ એડિશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટમાં સુધારા

નિકાસને વેગ આપવા માટે માત્ર ઉત્પાદન વધારવું પૂરતું નથી, પરંતુ માલ-સામાનને ઝડપથી બજારો સુધી પહોંચાડવો પણ એટલો જ જરૂરી છે. સ્મૃતિ ઈરાનીએ 'કોસ્ટલ કાર્ગો પ્રમોશન' (Coastal Cargo Promotion) જેવી યોજનાઓને બિરદાવી હતી. તેમના મતે, આનાથી ભારતની લોજિસ્ટિકલ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને કંપનીઓનો 'ટર્નઅરાઉન્ડ ટાઈમ' ઘટશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય પ્રોડક્ટ્સ વધુ સ્પર્ધાત્મક બનશે.

આ પણ વાંચોઃ Union Budget 2026:મિડલ ક્લાસની આશાઓ પર ફરી વળ્યું પાણી,આ 5 મોટી અપેક્ષાઓ જે અધૂરી રહી ગઈ!


  • Follow us on: