કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા સતત નવમા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં સામાન્ય જનતા માટે સૌથી રાહતજનક સમાચાર એ છે કે ચામડાના જૂતા અને કાપડની નિકાસ સસ્તી કરવામાં આવી છે. ઉપરાંત માઇક્રોવેવ ઓવન, સૌર ઊર્જા સંબંધિત ઉત્પાદનો અને કેન્સરની કેટલીક મહત્વપૂર્ણ દવાઓના ભાવમાં પણ ઘટાડો થયો છે.


2026-27 માટે રજૂ

નાણાકીય વર્ષ 2026-27 માટે રજૂ થયેલ આ બજેટ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને સિદ્ધ કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ બજેટ એવા સમયે આવ્યું છે જ્યારે ભારત ઊંચા યુએસ ટેરિફ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે.

શું મોંઘું થયું?

બજેટ 2026માં ખનિજ, ભંગાર (સ્ક્રેપ) અને દારૂ પર કરમાં વધારો થતાં આ વસ્તુઓ મોંઘી બની છે.

શું સસ્તું થયું?

બજેટ 2026માં ચામડું, કાપડ, વિદેશ યાત્રા, 17 પ્રકારની કેન્સરની દવાઓ, માઇક્રોવેવ ઓવન, જૂતા, વિમાન ઉત્પાદન સાથે જોડાયેલી વસ્તુઓ, EV બેટરી, ડાયાબિટીસની દવાઓ, ચામડું અને કાપડની નિકાસ તેમજ બાયોગેસ મિશ્રિત CNG જેવી વસ્તુઓ સસ્તી થવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : AI agriculture Budget 2026 : ખેડૂતો માટે AI સાધનો, બજેટમાં મોટી જાહેરાતો


  • Follow us on: