રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પરંપરાગત 'દહીં-સાકર' ખવડાવી હતી.દહી સાકર ખવડાવી સુકન કર્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ બજેટને મંજૂરી આપી હતી.
આજે, 1 ફેબ્રુઆરી 2026, દેશની આર્થિક દિશા નક્કી કરનાર એક મહત્વપૂર્ણ દિવસ છે. દર વર્ષે આ દિવસે કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવે છે, જે માત્ર સરકારના ખર્ચનો હિસાબ જ નથી આપતું, પરંતુ કરોડો ભારતીયોની અપેક્ષાઓ અને ભવિષ્યનો રોડમેપ પણ રજૂ કરે છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પોતાનું 9મું કેન્દ્રિય બજેટ રજૂ કરશે.
બજેટ રજૂ કરતા પહેલા ની પરંપરા
ભારતની સાંસ્કૃતિક ધરોહરમાં કેટલીક વિશેષ પરંપરાઓ છે, જે મહત્વપૂર્ણ કાર્ય પહેલાં નિભાવવામાં આવે છે. કેન્દ્રિય બજેટ રજૂ કરતા પહેલા એક મહત્વની પરંપરા અનુસરવામાં આવે છે, જેમાં નાણામંત્રીને રાષ્ટ્રપતિ દહીં-સાકર ખવડાવે છે. આ પરંપરા ભારતીય સંસ્કૃતિના શુભ શગૂન સાથે જોડાયેલી છે. દહીં-સાકરને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે.
ઔપચારિક મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ નાણામંત્રીને ખવડાવે છે દહી સાકર
બજેટ રજૂ કરવા માટે નાણામંત્રી અને તેમની ટીમ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે શિષ્ટાચાર મુલાકાત કરે છે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ નાણામંત્રીને દહીં-સાકર ખવડાવી શુભેચ્છાઓ પાઠવે છે અને દેશના આર્થિક ભવિષ્ય માટે સફળ બજેટની કામના કરે છે.
બજેટ રજૂ કરવાનો રેકોર્ડ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનું 9મું બજેટ રજૂ કરશે. ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 બજેટ રજૂ કર્યા હતા. આવી સ્થિતિમાં આજે પોતાનું બજેટ ભાષણ પૂર્ણ કર્યા બાદ નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈના રેકોર્ડની ખૂબ નજીક પહોંચી જશે. મોરારજી દેસાઈએ 1959થી 1964 દરમિયાન નાણામંત્રી તરીકે કુલ 6 બજેટ અને 1967થી 1969 દરમિયાન 4 બજેટ રજૂ કર્યા હતા. આ યાદીમાં બીજા ક્રમે ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમનું નામ આવે છે, જેમણે કુલ 9 બજેટ રજૂ કર્યા હતા, અને આજે નિર્મલા સીતારમણ તેમના રેકોર્ડની બરાબરી કરવા જઈ રહી છે.સમાચાર અપડેટ થઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ Union Budget 2026 : ટીમ નિર્મલાનું મિશન 2026, જાણો કોણ છે એ 6 શક્તિશાળી નીતિ નિર્ધારકો જેમણે તૈયાર કર્યું છે બજેટ