• મેસેજમાં દાવો કરાયો છે કે 2000 રૂપિયાની નોટ જલ્દી થશે બંધ
  • નોટ પરત કરવા માટે ફક્ત 10 દિવસનો મળશે સમય
  • વાયરલ મેસેજને પીઆઈબીએ ફેક ગણાવ્યો છે

સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો ફરી રહ્યો છે. જેમાં કહેવાઈ રહ્યું છે કે સરકારે 1 જાન્યુઆરી 2023થી 1000ની નોટને માર્કેટમાં પરત લાવવાની યોજના બનાવી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ મેસેજ ફેક છે. પીઆઈબીએ એક ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી છે અને લોકોને અપીલ કરી છે કે આ મેસેજને ફોરવર્ડ ન કરો. ટ્વિટમાં વાયરલ મેસેજ પણ બતાવાયો છે.

શું કહે છે વાયરલ મેસેજ

વાયરલ મેસેજમાં કહેવાયું છે કે 1 જાન્યુઆરીથી 1000 રૂપિયાની નોટ આવશે અને 2000 રૂપિયાની નોટ બેંક પરત લેશે. પણ ફક્ત 50000 રૂપિયા જમા કરાવી શકાશે. આ નોટ પરત કરવા માટે ફક્ત 10 દિવસનો સમય મળશે. આ પછી 2000 રૂપિયાની નોટની કોઈ કિંમત રહેશે નહીં. માટે તમે 2000 રૂપિયાની વધારે નોટ તમારી પાસે રાખો નહીં. જો કે પીઆઈબીએ તેને ખોટું ઠેરવ્યો છે.

 

2016માં બંધ થઈ હતી 1000 રૂપિયાની નોટ

ઉલ્લેખનીય છે કે 2016માં નોટબંધી બાદ 1000 રૂપિયાની નોટને સર્ક્યુલેશનમાંથી હટાવી દેવામાં આવી હતી. આવું બ્લેકમની પર લગામ લગાવવા માટે કરાયું હતું. આ વર્ષે સરકારે 2000ની નવી નોટ લોન્ચ કરી હતી.

2000ની નોટનું છાપકામ થયું બંધ

હાલમાં સરકારે સંસદના એક સવાલના જવાબમાં કહ્યું કે 2000ની નોટના છાપકામને માટે 2018-19માં કોઈ નવો ઓર્ડર આપ્યો નથી. તેને સરળ શબ્દોમાં સમજીએ તો 2000ની નવી નોટો છાપવાનું બંધ કરી દેવાયું છે.  

  • Follow us on: