• મોબાઇલ કંપનીઓ રિચાર્જ પ્લાનમાં કરી રહી છે વધારો
  • હવે વોડાફોન ઇન્ડિયાએ વધારી કિંમત
  • નવા રિચાર્જ પ્લાનમાં અંદાજિત 20 રૂપિયાનો વધારો

મોબાઇલ ફોન હોવો હવે જાણે કે પ્રાથમિક જરૂરિયાત બની ગઇ છે. પરંતુ દિવસ જાય તેમ હવે આ ફોન વાપરવા મોંઘા બની રહ્યા છે. કારણ કે એક બાદ એક કંપનીઓ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી રહી છે. Jio અને Airtel પછી હવે Vodafone Ideaએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધો છે.

આજથી નવા રિચાર્જ પ્લાન

નવા પ્લાનની કિંમત આજથી એટલે કે 4 જુલાઈથી લાગુ કરવામાં આવી છે. . Jio અને Airtelની કિંમતોમાં વધારો કર્યાના એક દિવસ બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. 2021 પછી આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્લાનની કિંમતમાં આટલો મોટો ફેરફાર કર્યો છે.Viએ કહ્યું કે તે 5જી સેવાની શરૂઆત માટે પણ રોકાણ કરી રહી છે. કંપની આગામી દિવસોમાં 4G અનુભવમાં સુધારો કરશે અને 5G સેવા પણ શરૂ કરી શકે છે.

નવા ભાવમાં આશરે રૂ.20નો વધારો

  • 28 દિવસનો પ્લાન 199 રૂપિયા થઈ ગયો છે, જ્યારે જૂની કિંમત 179 રૂપિયા હતી.
  • 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન પહેલા 459 રૂપિયાનો હતો. જે હવે 509 રૂપિયા થઈ ગયો છે. આમાં યુઝર્સને 6GB ઈન્ટરનેટ ડેટાની ઍક્સેસ મળશે. અનલિમિટેડ કોલિંગની સાથે, તમે SMS નો ઉપયોગ પણ કરી શકશો.
  • Viના વાર્ષિક પ્લાનની કિંમત 1,999 રૂપિયા થઈ ગઈ છે, જે 1799 રૂપિયા હતી. આ પ્લાનમાં યુઝર્સને 24GB ઇન્ટરનેટ ડેટા મળશે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ પણ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.


  • Follow us on: