- RBIએ ગયા વર્ષે 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ અટકાવીને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી
- આ નિર્ણયની જનતા, બેંકો અને અર્થવ્યવસ્થા પર શું અસર પડી છે તેની માહિતી આપી
- 2,000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાથી ફરક પડવા લાગ્યો છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ગયા વર્ષે 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ અટકાવીને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયની જનતા, બેંકો અને અર્થવ્યવસ્થા પર શું અસર પડી છે તેની માહિતી ખુદ RBIએ આપી છે. સેન્ટ્રલ બેંકનું કહેવું છે કે 2,000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાથી ફરક પડવા લાગ્યો છે. 9 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં ચલણમાં રહેલી નોટોની સંખ્યામાં વૃદ્ધિ ઘટીને 3.7 ટકા થઈ ગઈ છે. જ્યારે એક વર્ષ પહેલા તે 8.2 ટકા હતો. કરંસી ઇન સર્ક્યુલેશન અર્થતંત્રમાં ફરતી કુલ નોટો અને સિક્કાઓનો સંદર્ભ આપે છે. જેમાં બેંકોમાં જમા થયેલી રોકડની બાદબાકી કરીને જનતાના હાથમાં કેટલું ચલણ છે.
કોમર્શિયલ બેન્કોની થાપણમાં વૃદ્ધી
આરબીઆઈએ જણાવ્યું હતું કે રૂ. 2000ની નોટના વિમુદ્રીકરણને કારણે કોમર્શિયલ બેન્કોની કુલ થાપણોમાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી હતી. બેન્કોની રિઝર્વ કરન્સીમાં વૃદ્ધિ 9 ફેબ્રુઆરીના રોજ ઘટીને 5.8 ટકા થઈ હતી. એક વર્ષ અગાઉની સરખામણીએ તે 11.2 ટકા હતો. રિઝર્વ કરન્સી એટલે ચલણમાં રહેલું ચલણ તેમજ આરબીઆઈ પાસે પડેલી બેંકોની થાપણો અને અન્ય થાપણો.
ગયા વર્ષે કરાઇ હતી નોટો પાછી ખેંચવાની જાહેરાત
રિઝર્વ બેંકે 19 મે, 2023 ના રોજ જાહેરાત કરી હતી કે તે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી રહી છે. જનતાને 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો કે તેઓ બેંકોમાં નોટો પાછી જમા કરાવી શકે. ત્યારબાદ તેને એક સપ્તાહ લંબાવવામાં આવી હતી. હવે બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલાતી નથી. 31 જાન્યુઆરી, 2024 સુધીમાં, 2000 રૂપિયાની લગભગ 97.5 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. હવે માત્ર 8,897 કરોડ રૂપિયાની નોટો જ લોકો પાસે છે. ઉલ્લેખનિય છેકે નવેમ્બર 2016માં રૂ.1000 અને રૂ.500ની નોટો બંધ કરી દેવામાં આવી હતી અને રૂ.2000ની નોટો રજૂ કરવામાં આવી હતી.