• સામાન્ય જનતાને મોટો ઝટકો
  • જથ્થાબંધ મોંઘવારી દર ટોચ પર
  • 3.36 ટકાને પાર કરી ગઇ

મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને રાહતના બદલે મોટો આંચકો લાગ્યો છે. જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને 3.36 ટકાને પાર કરી ગઈ છે. અગાઉ મે મહિનામાં તે 2.61 ટકા હતો.

3.36 ટકા મોંઘવારી દર

વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. જૂન મહિનાનો જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જૂન મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત મોંઘી હોવાને કારણે જથ્થાબંધ મોંઘવારી દર 16 મહિનાની ટોચે પહોંચી ગયો છે. જથ્થાબંધ મોંઘવારી દર ગત મહિને 3 ટકા હતો જે વધીને 3.36 ટકા પર આવી ગયો છે. આ પહેલા મે મહિનામાં આ દર 2.61 ટકા રહ્યો હતો.

ખાદ્ય ફુગાવાના દરમાં વધારો

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મુખ્યત્વે વધારો થયો છે, જેની અસર જથ્થાબંધ ફુગાવાના દર પર પડી છે. ખાદ્ય ફુગાવાનો દર જૂનમાં વધીને 8.68 ટકા થયો છે જે મે મહિનામાં 7.40 ટકા હતો.


જથ્થાબંધ મોંઘવારી કેમ વધી ?

જૂનમાં ફુગાવાના દરમાં વધારો થવાનું કારણ મોંઘવારી દર અને પ્રાથમિક ચીજવસ્તુઓનો ભાવ વધારો મુખ્ય કારણ છે. ઉત્પાદિત વસ્તુઓનો મોંઘવારી દર જે એક ટકાથી પણ ઓછો હતો. જે આ વખતે વધીને દોઢ ટકા થયો છે. ખાવા પીવાના સામાનની કિંમતમાં વધારો થયો છે જેની અસર જથ્થાબંધ મોંઘવારી પર જોવા મળી છે. જૂનમાં ખાદ્ય મોંઘવારી દર વધીને 8.68 ટકા પર આવી ગયો છે. જે મે મહિનામાં 7.40 ટકા હતો.


  • Follow us on: