ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આ અઠવાડિયે તેની નાણાકીય સમીક્ષા બેઠકમાં ફરી એકવાર મુખ્ય નીતિ દર રેપોમાં 0.25 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. ફુગાવામાં ઘટાડો થવાથી કેન્દ્રીય બેન્કની પાસે વ્યાજ દરમાં ઘટાડવા કરવાની શક્યતા છે. અમેરિકા દ્વારા ટેરિફ લાદવાની જાહેરાત બાદ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટા પડકારો ઉભા થયા છે.
MPCની 54મી બેઠક 7 એપ્રિલથી થશે શરૂ
આવી સ્થિતિમાં સ્થાનિક મોરચે પણ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં RBIની નાણાકીય નીતિ સમિતિ (MPC)એ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. મે 2020 પછી રેપો રેટમાં આ પહેલો ઘટાડો હતો અને અઢી વર્ષ પછી પહેલો સુધારો હતો. MPCની 54મી બેઠક 7 એપ્રિલથી શરૂ થશે. બેઠકના પરિણામો 9 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.
RBIની MPC મીટિંગમાં કોણ થશે સામેલ?
RBI ગવર્નર ઉપરાંત MPCમાં કેન્દ્રીય બેન્કના 2 વરિષ્ઠ અધિકારીઓ અને સરકાર દ્વારા નિયુક્ત 3 લોકોનો સમાવેશ થાય છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટ (ટૂંકા ગાળાના ધિરાણ દર) 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. RBIએ છેલ્લી વખત કોવિડ દરમિયાન (મે 2020) રેપો રેટ ઘટાડ્યો હતો અને તે પછી તેને ધીમે ધીમે 6.5 ટકા કરવામાં આવ્યો હતો.
આ અઠવાડિયે જાહેર થનારી નીતિ એવા સમયે આવશે, જ્યારે વિશ્વભરમાં અને અર્થતંત્રમાં ઘણી બધી બાબતો બની રહી છે. યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની વૃદ્ધિની સંભાવનાઓ અને ચલણ પર થોડી અસર પડશે, જેનો MPCએ અર્થતંત્રની સ્થિતિના સામાન્ય મૂલ્યાંકનથી આગળ વિચાર કરવો પડશે. જોકે, એવું લાગે છે કે ફુગાવાની સંભાવનાઓ નરમ પડી રહી છે અને પ્રવાહિતા સ્થિર થઈ રહી છે, આ વખતે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થઈ શકે છે. સેન્ટ્રલ બેન્ક પણ તેના વલણને વધુ ઉદાર બનાવે તેવી અપેક્ષા છે, જેનો અર્થ આ વર્ષ દરમિયાન વધુ દરમાં ઘટાડો થશે.