અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી ત્યારથી વિશ્વભરના દેશોમાં તણાવમાં છે. ટેરિફની અસર અમેરિકન બજાર તેમજ ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. દલાલ સ્ટ્રીટ છેલ્લા 5 મહિનાથી સતત લાલ ઝોનમાં છે. ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ હવે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
4 રેલવે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મળી મંજૂરી
બજારમાં લિસ્ટેડ ટોચની 10 કંપનીઓમાંથી 9 કંપનીઓની માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ભારત સરકારે શુક્રવારે રેલ્વે સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે, જેના કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોમવારે રેલવેના શેર પર તેની અસર જોવા મળશે. રેલવેના શેર ફોકસમાં રહેશે. તમને જણાવી દઈએ કે સોમવારે કેન્દ્રીય મંત્રીમંડળે 18,658 કરોડ રૂપિયાના 4 રેલવે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હોવાના કારણે IRFC, રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) સહિતના રેલવે PSU શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ક્યાં ખર્ચવામાં આવશે બજેટ?
સરકારની આ 4 યોજનાઓ મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢ રાજ્યોને આવરી લેશે અને તેમનો ઉદ્દેશ્ય 1,247 કિલોમીટર સુધીની રેલ્વે વિકસાવવાનો રહેશે. આમાં કેબિનેટે છત્તીસગઢમાં 615 કિલોમીટર લાંબી નવી રેલ્વે લાઈન બનાવવા માટે 8,741 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ગોંદિયા-બલહારશાહ રૂટ પર રેલ્વે લાઈનને ડબલ કરવા માટે 4,819 કરોડ રૂપિયાની બજેટ ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. ઓડિશામાં સંબલપુર અને જરાપડા વચ્ચે ત્રીજી અને ચોથી રેલ્વે લાઈનના નિર્માણ માટે 3,917 કરોડ રૂપિયાના ખર્ચે 277 કિલોમીટરની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ચોથી યોજનામાં ઓડિશાના ઝારસુગુડા અને સાસન વચ્ચે ત્રીજી અને ચોથી લાઈન ઉમેરવાનો સમાવેશ થાય છે.
હાલમાં કંપનીના શેરના શું છે ભાવ?
છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, IRFCનો શેર 2.69 ટકા ઘટીને 125.69 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો છે. ત્યારે રેલ વિકાસ નિગમના શેરનો ભાવ 2.39 ટકા ઘટીને રૂ. 351.15 પ્રતિ શેર પર બંધ થયો છે. શુક્રવારે રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેર 4.41 ટકા ઘટીને રૂ. 298 પર બંધ થયા છે.