ભારતે ગોલ ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવ્યું છે.માનવ સુથારે 5મા દિવસે શાનદાર બોલિંગ કરતાં બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. આખી મેચમાં તેણે કુલ 10 વિકેટ ઝડપી. હવે બંને દેશો વચ્ચેની બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબો SSCમાં રમાશે.

સુથારની શાનદાર બોલિંગ સામે શ્રીલંકા ઓલઆઉટ

372 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ લંચ બાદના સેશનમાં 77.4 ઓવરમાં 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સુથારે બીજી ઇનિંગમાં 6/55ની શાનદાર બોલિંગ કરીને ટેસ્ટ કારકિર્દીનો બીજો 5 વિકેટ હોલ પૂરો કર્યો. અનુભવી રવિન્દ્ર જાડેજાએ પણ તેનો સારી રીતે સાથ આપ્યો અને 2/16 વિકેટ ઝડપી. આ મેચમાં નંબર 3 પર રમેલા દેવદત્ત પડિક્કલે પણ બંને ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી. દેવદત્તે પહેલી ઇનિંગમાં 167 અને બીજી ઇનિંગમાં 44 રન બનાવ્યા. એટલે કે તેણે કુલ 211 રન બનાવ્યા. શ્રીલંકાની ઇનિંગની છેલ્લી વિકેટ પણ સુથારે જ લીધી. તેણે કેશરા નુવાન્થાને બોલ્ડ કરીને શ્રીલંકાની ઇનિંગ પૂરી કરી.

https://twitter.com/BCCI/status/2089984541343858889

ભારતે આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 462 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં શ્રીલંકાની પહેલી ઇનિંગ 284 રનમાં સમેટાઈ ગઈ. ભારતને પહેલી ઇનિંગના આધારે લીડ મળી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ભારતીય ટીમે 193 રન બનાવ્યા અને શ્રીલંકા સામે જીત માટે 372 રનનો પડકારજનક લક્ષ્ય રાખ્યું. શ્રીલંકાની ટીમ લક્ષ્યનો પીછો કરતાં બીજી ઇનિંગમાં માત્ર 206 રન સુધી પહોંચી શકી. તેના તમામ બેટ્સમેન આઉટ થતાં ભારતે મુકાબલો 165 રનથી પોતાના નામે કર્યો.  24 વર્ષના ડાબોડી સ્પિનર સુથારે જૂનમાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં પણ શ્રીલંકાની બેટિંગને મુશ્કેલીમાં મૂકી હતી. સુથારે 4/76 વિકેટ લઈને ભારતને શ્રીલંકાની પહેલી ઇનિંગ 284 રનમાં સમેટવામાં મદદ કરી હતી.

5મા દિવસે મજબૂત શરૂઆત બાદ શ્રીલંકા લથડ્યું

5મા દિવસે શ્રીલંકાએ 84 રનમાં 4 વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યું. સોનલ દિનુષા અને ધનંજય ડી સિલ્વા ક્રીઝ પર હતા. શ્રીલંકાને 5મા દિવસે પહેલો ઝટકો ધનંજય ડી સિલ્વાના રૂપમાં લાગ્યો, જે 59 રન બનાવી રવિન્દ્ર જાડેજાની બોલિંગ પર આઉટ થયો. 142 રનના સ્કોર પર પાંચમી વિકેટ પડી. ડી સિલ્વા અને દિનુષા વચ્ચે 95 રનની ભાગીદારી થઈ હતી. જ્યાં સુધી આ બંને રમતા હતા ત્યાં સુધી એવું લાગી રહ્યું હતું કે શ્રીલંકા મેચમાં વાપસી કરી શકે છે, પરંતુ આ જોડી તૂટ્યા બાદ મેચ ભારત તરફ વળવા લાગી. ત્યારબાદ આવેલા નિરોશન ડિકવેલાએ પણ કંઈ ખાસ કરી શક્યો નહીં અને 10 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ પર વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ થયો. 156 રનના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ પડી.

માનવ સુથારનો જલવો

લંચ બાદ માનવ સુથારે સતત 3 વિકેટ લઈને શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી. પહેલા સોનલ દિનુષા 84 રને અને ત્યારબાદ પ્રભાત જયસૂર્યાને 0 રને આઉટ કર્યો. ત્યારબાદ માનવ સુથારે લાહિરુ કુમારાને પણ 0 રને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. 199 રનના સ્કોર પર શ્રીલંકાની આ 3 વિકેટ પડી. આ માનવ સુથારની મેચની 5મી વિકેટ હતી. સતત બીજી મેચમાં માનવ સુથારે 5 વિકેટ હોલ નોંધાવ્યો. મેચની છેલ્લી વિકેટ પણ સુથારે જ લીધી. સુથાર ઉપરાંત બીજી ઇનિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ ઝડપી, જ્યારે જાડેજા અને સિરાજને 1-1 સફળતા મળી.

https://twitter.com/CricCrazyJohns/status/2089956831221449129

ઉભરતા ડાબોડી સ્પિનર માનવ સુથારે પોતાની બીજી જ ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી ધમાકો કર્યો. તેના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે બુધવારે 2 ટેસ્ટની શ્રેણીની પહેલી મેચમાં શ્રીલંકાને 165 રનથી હરાવી દીધી. ગોલ 

ભારતે પહેલી ઇનિંગમાં 462 રન બનાવ્યા

ભારતે આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 462 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ શ્રીલંકાની ટીમ પહેલી ઇનિંગમાં 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતને પહેલી ઇનિંગના આધારે લીડ મળી અને તેણે બીજી ઇનિંગમાં 193 રન બનાવ્યા. ત્યારબાદ શ્રીલંકા સામે 372 રનનું લક્ષ્ય રાખવામાં આવ્યું. 

ગોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ કેપ્ટન, ઋષભ પંત વિકેટકીપર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

ગોલ ટેસ્ટમાં શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન

લાહિરુ ઉદારા, નિશાન ફર્નાન્ડો, દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા કેપ્ટન, સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા, કેશરા નુવાન્થા, પ્રભાત જયસૂર્યા, લાહિરુ કુમારા, અસિથા ફર્નાન્ડો

આ પણ વાંચો-Devdutt Padikkal: શ્રીલંકા સામે 167 રનની સદી બાદ દેવદત્ત પડિકલની ગર્લફ્રેન્ડ વિશે ચર્ચા તેજ