ક્રિકેટ જગતમાં હાલમાં ચારેકોર માત્ર અને માત્ર ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માની જ ચર્ચા ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડ સામે વેલિંગટનમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં અભિષેકે મેદાન પર એવો ગદર મચાવ્યો કે કીવી ટીમના બોલરોના હોશ ઉડી ગયા. ડાબા હાથના આ ખતરનાક બેટરે માત્ર 38 બોલમાં 113 રનની અદ્ભુત અને ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેની આ તોફાની બેટિંગના તાકાત પર ભારતીય ટીમે માત્ર 5 ઓવરમાં જ પોતાના 100 રન પૂરા કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.
વૈશ્વિક સ્તરે રચાયો નવો કીર્તિમાન
ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ ફૂલ-મેમ્બર દેશ દ્વારા આ બીજી સૌથી ઝડપી ટીમ સેન્ચ્યુરી છે. T20I ક્રિકેટમાં સૌથી ઝડપી ટીમ હન્ડ્રેડની ઓલ-ટાઇમ લિસ્ટમાં ભારતનું આ પરાક્રમ બીજા નંબરે આવે છે. આ યાદીમાં માત્ર એસ્ટવાટિની ટીમ મોઝામ્બિક સામે 4.5 ઓવરમાં 100 રન બનાવીને પહેલા સ્થાને છે, જ્યારે ભારતે વેલિંગટનના મેદાન પર માત્ર 5.0 ઓવરમાં આ આંકડો પાર કરીને રેકોર્ડ બુકમાં ધમાકો કરી દીધો છે. આ લિસ્ટમાં રોમાનિયા, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો પણ સામેલ છે, પરંતુ ભારતની રફ્તારે બધાને પાછળ છોડી દીધા છે.

