ચીકુ, ચેઝ માસ્ટર, કિંગ આ તમામ વિરાટ કોહલીના પર્યાયવાચી છે. ચીકુ નામ તો વિરાટ પહેલાથી લઈ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઉતર્યો હતો. પરંતુ ચેઝ માસ્ટર અને કિંગનો ટેગ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પોતાના 18 બેમિસાલ સફળ દરમિયાન મળ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીની સફરની શરુઆત 18 ઓગસ્ટ 2008ના રોજથી થઈ હતી.ત્યારથી 18 ઓગસ્ટ 2026 વચ્ચે તેમણે અનેક સફળતાઓ મેળવી છે. જે ક્રિકેટના ઈતિહાસના પન્નામાં નોંધાઇ ચૂક્યા છે. અહી અમે તેની 18 સફળતાઓની વાત કરીશું. જે કોહલીને વિરાટ બનાવે છે.
18 વર્ષ 18 વિરાટ કારનામા
- વિરાટ કોહલી પહેલો એવો ક્રિકેટર છે. જેમણે વનડેમાં 50થી વધારે સદી ફટકારી છે. તેમણે અત્યારસુધી 54 સદી ફટકારી છે.
- વિરાટ કોહલીએ વનડેમાં 29 સદી રન ચેઝમાં જોડી છે. જેમાંથી 24 સદી ભારતની જીતમાં આવી છે. જે એક રેકોર્ડ છે.
- વિરાટ કોહલી સૌથી વધારે 40 ટેસ્ટ જીતનારો પહેલો ભારતીય કેપ્ટન છે.
- હાલના ઈન્ટરનેશનલ ક્રિકેટરો વચ્ચે એક કેલેન્ડર વર્ષમાં વિરાટ કોહલીએ સૌથી વધારે 11 સદી ફટકારી છે. તેમણે સતત 2 વર્ષ 2017 અને 2018માં આવું કર્યું છે.
- હાલના ઈન્ટરનેશનલ ક્રિકેટરો વચ્ચે વિરાટ કોહલીએ સૌથી વધારે 71 પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. આ મામલે ઓવરઓલ પણ માત્ર સચિનથી પાછળ છે.
- ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ફાસ્ટ 7000 રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેમણે 81 મેચમાં આ સફળતા મેળવી છે.
- વિરાટ કોહલી સૌથી વધારે 7 ડબલ સેન્ચુરી ફટકાવનાર ભારતીય કેપ્ટન છે.
- વિદેશની ધરતી પર રમાયેલી ટેસ્ટ સીરિઝમાં સતત 4 સદી ફટકાવનાર પહેલો ભારતીય છે.
- વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ સદી ફટકાવનાર ભારતીય કેપ્ટન છે. તેમણે 2017માં શ્રીલંકા વિરુદ્ધ માત્ર 93 બોલમાં સદી ફટકારી હતી.
- વિરાટ કોહલીના નામે એક વનડે વર્લ્ડકપમાં સૌથી વધારે 765 રન બનાવવાનો રેકોર્ડ છે. તેમણે 2023ના વર્લ્ડકપમાં આ સફળતા મેળવી હતી.
- વનડેમાં સૌથી ફાસ્ટ 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000, અને 14,000 રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.
- વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે. જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 900+ રેટિંગ પોઈન્ટ આઈસીસી રેન્કિંગમાં મેળવ્યા છે.
- ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ સૌથી વધારે 22 પ્લેયર ઓફ ધ સીરિઝ જીતનાર ખેલાડી છે.
- વિરાટ કોહલી કોઈ એક ટીમ વિરુદ્ધ સૌથી વધારે વનડે સદી ફટકાવનાર બેટ્સમેન છે. તેમણે શ્રીલંકા વિરુદ્ધ 10 સદી ફટકારી છે.
- ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધારે 15 સદી ફટકાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે.
- નડેમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ સૌથી વધારે સદી ફટકાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે. તેમણે 9 સદી ફટકારી છે.
- વિરાટ કોહલી એક દશકમાં 20000 કે તેનાથી વધારે ઈન્ટરનેશનલ રન બનાવનાર એકમાત્ર ક્રિકેટર છે. તેમણે 2011 થી 2020 વચ્ચે આ સફળતા મેળવી હતી.
- રાટ કોહલી T20Iમાં સૌથી વધારે 7 પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ જીતનાર ક્રિકેટર છે.
આ પણ વાંચો - Mohammed Sirajના રોકેટ થ્રોથી એમ્પાયર માંડ માંડ બચ્યો, ગોલ ટેસ્ટમાં મોટી દુર્ઘટના ટળી
