બરોડાના યુવા ક્રિકેટર પ્રિયાંશુ મોલિયાએ રણજી ટ્રોફી 2026-27માં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જમ્મુ અને કાશ્મીર સામે રમાઈ રહેલી મેચમાં 21 વર્ષીય પ્રિયાંશુએ અણનમ 321 રનની મેરેથોન ઇનિંગ રમીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. આ શાનદાર ત્રેવડી સદી સાથે તે ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારા સૌથી યુવા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે.

197 રનમાં 6 વિકેટ, પ્રિયાંશુએ સંભાળી કમાન

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બરોડાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર 197 રનના સ્કોર પર ટીમે પોતાની 6 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. આવી વિકટ પરિસ્થિતિમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા પ્રિયાંશુ મોલિયાએ ટીમની જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. તેણે એક છેડો પકડી રાખીને ધીરજપૂર્વક બેટિંગ કરી અને પોતાની ઇનિંગને મોટા સ્કોરમાં ફેરવી હતી.

492 બોલ, 36 ચોગ્ગા અને 1 છગ્ગો: પ્રિયાંશુનું તોફાન

મેચના બીજા દિવસે પ્રિયાંશુએ જમ્મુ અને કાશ્મીરના બોલરો સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે 492 બોલનો સામનો કરીને 36 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 321 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે મહેશ પિથિયા (જેણે પોતાની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ સદી ફટકારી) સાથે સાતમી વિકેટ માટે 232 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. આ શાનદાર રમતને કારણે બરોડાએ પ્રથમ ઇનિંગમાં ૬૧૬ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.

https://x.com/circleofcricket/status/2115072580612960398?

ગુલ મોહમ્મદનો 79 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

પ્રિયાંશુની આ 321 રનની ઇનિંગ બરોડા ક્રિકેટના ઇતિહાસમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બની ગયો છે. આ સાથે જ તેણે 1947માં હોલકર સામે ગુલ મોહમ્મદે બનાવેલા 319 રનના 79 વર્ષ જૂના રેકોર્ડને ભંગ કર્યો છે. બરોડા માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રિયાંશુ માત્ર બીજો બેટ્સમેન બન્યો છે.

બરોડા માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર કરનાર બેટ્સમેનો:

પ્રિયાંશુ મોલિયા – 321* રન

ગુલ મોહમ્મદ – 319 રન (૧૯૪૭)

દીપક હુડ્ડા – 293 રન

વિજય હજારે – 288 રન

જેકબ માર્ટિન – 271 રન

જમ્મુ અને કાશ્મીરની ઇનિંગ્સની શરૂઆત

બરોડાએ 616 રને પોતાની પ્રથમ ઇનિંગ ડિકલેર કર્યા બાદ જમ્મુ અને કાશ્મીરે પોતાની પ્રથમ ઇનિંગ શરૂ કરી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 6 રન બનાવી લીધા છે.

21 વર્ષીય પ્રિયાંશુ, બરોડાનો ધુરંધર

બરોડાના 21 વર્ષીય યુવા બેટ્સમેન પ્રિયાંશુ મોલિયાએ 2026-27 રણજી ટ્રોફીમાં પોતાની રેકોર્ડબ્રેક બેટિંગથી ક્રિકેટ જગતમાં ધમાકો મચાવી દીધો છે. જમ્મુ અને કાશ્મીર સામેની મેચમાં અણનમ 321 રનની મેરેથોન ઇનિંગ રમીને તેણે 79 વર્ષ જૂનો ઇતિહાસ બદલી નાખ્યો છે. પ્રિયાંશુની આ ઐતિહાસિક અને શાનદાર ઇનિંગના જોરે બરોડાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 600 રનનો વિશાળ આંકડો પાર કરવામાં સફળ રહી હતી.


આ પણ વાંચો : IND VS NZ: અભિષેકની સદી જોઈ આ દિગ્ગજ પણ દંગ! બોલ્યો—‘હું પણ 30 કે 34 બોલમાં સદી ન ફટકારી શકું’