દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સ મેદાન પર ઉતરે અને ચોગ્ગા-છગ્ગાની આતશબાજી જોવા ન મળે એવું ભાગ્યે જ બને. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેમના બેટિંગના ચાહકોમાં કોઈ ઘટાડો થયો નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ 2026માં પણ ડિવિલિયર્સે પોતાની જૂની આક્રમક બેટિંગની ઝલક બતાવી છે. WCL 2026ની દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચમાં એબી ડિવિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 39 બોલમાં 70 રન ફટકાર્યા હતા. તેમની આ ઇનિંગ્સમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. ડિવિલિયર્સે લગભગ 179ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને બોલરોની ધોલાઈ કરી હતી.
ડિવિલિયર્સ અને રિચર્ડ લિવીની શતકીય ભાગીદારી
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફાફ ડુ પ્લેસિસ માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ કેપ્ટન એબી ડિવિલિયર્સે ઓપનર રિચર્ડ લિવી સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી.બંને બેટ્સમેનોએ બીજા વિકેટ માટે 104 રનની શતકીય ભાગીદારી કરી હતી. રિચર્ડ લિવીએ પણ તોફાની બેટિંગ કરતા માત્ર 39 બોલમાં 87 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગ્સમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા હતા.બીજી તરફ ડિવિલિયર્સે પણ પોતાની ખાસ 360 ડિગ્રી બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. તેમણે મેદાનના ચારે તરફ શોટ ફટકારીને 39 બોલમાં 70 રન બનાવ્યા હતા.
https://x.com/WclLeague/status/2106734222413340708?s=20
ડિવિલિયર્સને આ રીતે આઉટ થયો
એબી ડિવિલિયર્સની શાનદાર ઇનિંગ્સનો અંત ડ્વેન બ્રાવોએ કર્યો હતો. બ્રાવોએ શાનદાર કેચ પકડીને દક્ષિણ આફ્રિકાના કેપ્ટનની આક્રમક ઇનિંગ્સનો અંત લાવ્યો હતો.વેસ્ટ ઈન્ડિઝ તરફથી સુલેમાન બેન સૌથી મોંઘા સાબિત થયા હતા. તેમણે 4 ઓવરમાં 53 રન આપ્યા હતા. ફિડેલ એડવર્ડ્સે 4 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ ઝડપી હતી, જ્યારે ડ્વેન બ્રાવોએ 3 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી હતી.દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 243 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો હતો.
ક્રિસ ગેલે પણ ફટકારી તોફાની ફિફ્ટી
243 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 52 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.જોકે, એક છેડે વિકેટો પડતી રહી હતી, જ્યારે બીજી તરફ કેપ્ટન ક્રિસ ગેલ પોતાના જાણીતા અંદાજમાં ચોગ્ગા-છગ્ગા ફટકારતા રહ્યા હતા. ગેલે માત્ર 31 બોલમાં 60 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.ગેલની આ ઇનિંગ્સમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. જોકે, તેમની તોફાની ઇનિંગ્સનો અંત એરોન ફંગીસોએ કર્યો હતો. ફંગીસોએ ગેલને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. તે સમયે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 4 વિકેટે 81 રન હતો.WCL 2026માં એક તરફ એબી ડિવિલિયર્સ અને બીજી તરફ ક્રિસ ગેલ જેવા દિગ્ગજોની આક્રમક બેટિંગે ચાહકોને ફરી એકવાર જૂના ક્રિકેટની યાદ અપાવી દીધી હતી.
આ પણ વાંચો - Next King Kohli? વિરાટ પછી નંબર-3 પર રમશે આ યુવા સ્ટાર!