ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર અભિષેક શર્માએ ફરી એકવાર પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવી દીધી છે. પંજાબમાં રમાયેલી એક વન-ડે ડિસ્ટ્રિક્ટ મેચમાં અભિષેકે શાનદાર બેટિંગ કરી અને બેવડી સદી ફટકારી.
અભિષેક શર્માએ તરનતારન પુરુષોની સિનિયર ટીમ સામે માત્ર 91 બોલમાં 233 રનની તોફાની ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન તેને 15 ચોગ્ગા અને 25 છગ્ગા ફટકાર્યા, વિરોધી બોલર્સને હેરાન કરી દીધા.
અભિષેક શર્માએ તોફાની બેવડી સદી ફટકારી
આ મેચમાં અભિષેક શર્માએ મેદાન પર પગ મૂકતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું, મેદાનની ચારે બાજુ મોટા શોટ માર્યા. અભિષેકે તરનતારન મેન્સ સિનિયર ટીમ સામે માત્ર 91 બોલમાં 15 ચોગ્ગા અને 25 છગ્ગા સાથે 233 રન બનાવ્યા. એટલે કે તેને ફક્ત બાઉન્ડ્રીથી 210 રન બનાવ્યા.
આ મેચમાં અભિષેકનું ધમાકેદાર ફોર્મ જોવા મળ્યું, અને તેની વિસ્ફોટક બેટિંગે વિરોધી બોલર્સને સંપૂર્ણપણે લાચાર બનાવી દીધા. આ ઈનિંગને ઘરેલુ ક્રિકેટમાં સૌથી વિસ્ફોટક ઈનિંગમાંની એક માનવામાં આવે છે.
https://twitter.com/CricCrazyJohns/status/2083831997672415399
ઝિમ્બાબ્વે પ્રવાસમાં અભિષેક શર્માનું નિરાશાજનક પ્રદર્શન
અભિષેક શર્માને T20I ક્રિકેટમાં સૌથી ખતરનાક બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. પરંતુ તેની બેટિંગ છેલ્લા કેટલાક સમયથી શાંત છે. તે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની T20I સિરીઝમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો, તેને 3 મેચમાં ફક્ત 11 રન બનાવ્યા હતા. તે પહેલા ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20I સિરીઝમાં પણ તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતાં ઓછું રહ્યું હતું.
તેને ઈંગ્લેન્ડ સામેની એક મેચમાં 59 રન બનાવ્યા હતા, પરંતુ બાકીની મેચોમાં તે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ આ વિસ્ફોટક ઈનિંગથી અભિષેકનો આત્મવિશ્વાસ વધ્યો હશે, જે આગામી ઈન્ટરનેશનલ મેચો પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Team Indiaનું શ્રીલંકા પ્રવાસ માટે બદલાયું શેડ્યૂલ, આ મેચ ફક્ત 3 દિવસની રહેશે