ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી નવો ઇતિહાસ રચી દીધો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં માત્ર 30 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમીને તેણે ભારતને 14 રનથી રોમાંચક જીત અપાવી હતી. આ ઇનિંગ દરમિયાન 5 સિક્સર ફટકારીને અભિષેકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના સૂર્યકુમાર યાદવના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
વર્ષ 2026માં સિક્સરનો વરસાદ, સૂર્યાના રેકોર્ડની બરાબરી
વર્ષ 2026માં અભિષેક શર્માના બેટમાંથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 68 છગ્ગા નીકળી ચૂક્યા છે. આ સાથે જ તેણે સૂર્યકુમાર યાદવના વર્ષ 2022માં નોંધાયેલા 68 છગ્ગાના ઓલ-ટાઇમ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
સતત 2 વર્ષ 50+ સિક્સર મારનારો પ્રથમ બેટર!
અભિષેક શર્માની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સતત બે વર્ષ (2025માં 54 અને 2026માં 68) T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50થી વધુ છગ્ગા ફટકારનારો દુનિયાનો સર્વપ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની આ આક્રમક શૈલી પાવરપ્લેમાં જ વિરોધી બોલરોની લય બગાડી નાખે છે.

કુલ છગ્ગાના મામલે રોહિત-સૂર્યાની ક્લબમાં એન્ટ્રી
અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ છગ્ગા ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં પણ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેના નામે હવે આ ફોર્મેટમાં કુલ 141 છગ્ગા થઈ ગયા છે. ભારતીયોમાં હવે માત્ર રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જ તેનાથી આગળ છે. જે રીતે આ યુવા ખેલાડી રમી રહ્યો છે, તે જોતાં આગામી સમયમાં તે ઘણા મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત કરી શકે છે.
આ પણ વાંચો - Shreyas Iyer ખુશખુશાલ, બોલરોના વખાણમાં કહી આ મોટી વાત