ભારતીય ક્રિકેટ માટે સપ્ટેમ્બર મહિનો મહત્વનો બનવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) 18 સપ્ટેમ્બરે યોજાવાની છે, જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય થઈ શકે છે. તેમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીના ચીફ સિલેક્ટર અજીત અગરકરના ભવિષ્યનો મુદ્દો પણ સામેલ છે.

પદ પરથી હટાવવાની અટકળો

છેલ્લા કેટલાક અઠવાડિયાથી અગરકરને ચીફ સિલેક્ટરના પદ પરથી હટાવવાની અટકળો ચાલી રહી છે. BCCIમાં આ મુદ્દે બે અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. એક જૂથ અજીત અગરકરને પદ પર જાળવી રાખવાના પક્ષમાં છે, જ્યારે બીજા જૂથનું માનવું છે કે હવે સિલેક્શન કમિટીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે.

બોર્ડના કેટલાક અધિકારીઓનું માનવું છે કે ચીફ સિલેક્ટર અજીત અગરકર અને ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે હવે વધુ સારું તાલમેલ જોવા મળી રહ્યું છે. તેથી અજીત અગરકરને 2027ના વર્લ્ડકપ સુધી જવાબદારી સોંપવાની તરફેણમાં એક વર્ગ છે.

18 સપ્ટેમ્બરે લેવાશે નિર્ણય

અજિત અગરકર અને ગૌતમ ગંભીર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તાલમેલના અભાવની ચર્ચા ચાલી રહી હતી. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમના પ્રદર્શન તેમજ રોહિત શર્માના સિલેક્શનને લઈને થયેલા વિવાદ બાદ અગરકરના પદને લઈને સવાલો વધુ ઉઠ્યા હતા. આ દરમિયાન નેશનલ ક્રિકેટ એકેડેમીના સેન્ટર ઓફ એક્સિલન્સ (CoE)ના વડા વીવીએસ લક્ષ્મણનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.

BCCIના એક વર્ગનું માનવું છે કે વીવીએસ લક્ષ્મણને ચીફ સિલેક્ટરની વધારાની જવાબદારી સોંપી શકાય છે અને તેઓ CoEના વડા તરીકે પણ યથાવત રહી શકે છે. હવે 18 સપ્ટેમ્બરની AGMમાં અગરકરના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Team Indiaમાંથી આ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા, BCCIએ કેમ લીધો મોટો નિર્ણય?